Whats App Tricks.

Whats App Tricks.
* ફોટો એડિટીંગ ટૂલ  

યૂઝર્સ હવે વૉટ્સએપથી ખેંચેલો ફોટો પણ એડિટ કરી શકે છે. ખરેખરમાં લેટેસ્ટ બાદ યૂઝર્સ જ્યારે ફોટો ક્લિક કરશે ત્યારે તેને ફોટો એડિટ કરવાના ચાર ટૂલ્સ મળશે, જેમાં ક્રૉપ, સ્માઇલી, ટેક્સ્ટ અને ફ્રી રાઇટિંગ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, આ ફિચર પહેલાથી જ ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છે.

* ન્યૂ ચેટ બેકગ્રાઉન્ડ

વૉટ્સએપને અપડેટ કર્યા પછી તેમાં બેકગ્રાઉન્ડનો પણ નવો ઓપ્શન આવી જાય છે. તેમાં કંપની તરફથી 27 કલર ચેટ બેકગ્રાઉન્ડ પણ આપવામાં આવી રહ્યાં છે. આના યૂઝ માટે યૂઝર્સને કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. 
Settings => Chats => Wallpaper => Solid Color

* કૉટ રિપ્લાય

વૉટ્સએપ ગ્રુપમાં જેને રિપ્લાય કરવાનો હોય તેને કૉટ કરવાનો પ્રોબ્લમ આવે છે, જોકે હવે આ પ્રોબ્લમને સૉલ્વ કરી દેવામાં આવ્યો છે. હવે યૂઝર્સ ગ્રુપમાં જે મેમ્બરના મેસેજ પર રિપ્લાય કરવા માગે તે કરી શકે છે. તેના માટે તેના મેસેજને ટેપ કરી સિલેક્ટ કરો. મેસેજ સિલેક્ટ કર્યા પછી પહેલા નંબર એક રિવર્સ એરો આવશે, તેને સિલેક્ટ કરી તમે તમારો મસેજે ટાઇપ કરી શકો છો. 

* 256 યૂઝર્સનુ ગ્રુપ

વૉટ્સએપ પર પહેલા 100 યૂઝર્સનું જ ગ્રુપ જ બનાવી શકાતુ હતુ, હવે તેની સંખ્યા વધારીને 256 સુધી કરવામાં આવી છે, એટલે કે બધા યૂઝર્સ અંદરોઅંદર એકબીજા સાથે વાત કરી શકે છે. સારી વાત છે કે એક યૂઝર્સને મેસેજ મોકલવામાં જેટલો ડેટા વપરાય છે તેટલા ડેટામાં તમે 256 યૂઝર્સને મસેજ મોકલી શકો છો. 

* બૉલ્ડ, ઇટાલિક અને સ્ટ્રાઇકથ્રૂ ટેક્સ્ટ

વૉટ્સએપ યૂઝર્સ હવે પોતાના મેસેજને બૉલ્ડ, ઇટાલિક અને સ્ટ્રાઇકથ્રૂ ટેક્સ્ટમાં લખી શકે છે. એટલ કે, મેસેજમાં કોઇપણ વાતને હાઇલાઇટ કરવા ઇચ્છે તો કરી શકે છે. આ માટે તેને *, _ અને ~ નો યૂઝ કરવો પડશે.
*Hello* (બૉલ્ડ માટે)
_Hello_ (ઇટાલિક માટે)
~Hello~ (સ્ટાઇકથ્રૂ માટે)

* Pdf અને ડૉક્યૂમેન્ટ સેન્ડ કરવા

વૉટ્સએપ યૂઝર્સ પહેલા ફક્ત ફોટો, વીડિયો અને ઓડિયો જ સેન્ડ કરી શકતા હતા, પણ હવે કંપનીએ આને વધારે એડવાન્સ બનાવ્યું છે. એટલે કે હવે આનાથી ડૉક્યૂમેન્ટ્સ (Pdf, Docx, Txt) પણ સેન્ડ કરી શકાય છે. આ ક્લાઉડ સર્વિસ બેઝ્ડ ફિચર્સ છે, જે Dropbox અને Google Driveની જેમ કામ કરે છે. 

* મીડિયા અને લિંકને ટ્રેક કરવી

વૉટ્સએપ પર કોઇ યૂઝર કે પછી કોઇ ગ્રુપ દ્વારા મોકલવામાં આવેલા મીડિયા કે લિંકને તમે ટ્રેક કરી શકો છો. હવે કંપનીએ મીડિયા, ડૉક્યૂમેન્ટ્સ અને લિંક્સની ત્રણ અલગ કેટેગરી બનાવી છે. આના માટે યૂઝર્સને વૉટ્સએપ યૂઝર કે ગ્રુપના એકાઉન્ટમાં જઇને Option મેનુમાં Mediaમાં જવાનું છે. અહીંયા બધી વસ્તુઓ તમને અલગ અલગ દેખાશે. 

* બધા પ્લેટફોર્મ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન

જ્યારે યૂઝર કોઇ મેસેજ, ફોટો, વીડિયો, વૉઇસ કૉલ, ડૉક્યૂમેન્ટ્સ કે પછી કૉલ કરે તો તે પુરેપુરો સુરક્ષિત રહે છે. એટલે કે તેમાં શરૂઆતથી છેલ્લે સુધી એન્ક્રિપ્શન હોય છે. કંપનીએ આ સ્પેશ્યલ સિક્યુરિટી ફિચર આ વર્ષે જ લૉન્ચ કર્યુ છે. આના માટે યૂઝર્સે વૉટ્સએપ કૉન્ટેક્ટના View Contact ઓપ્શનમાં જઇને Encryptionને ON કરવુ પડશે. આનાથી તમારો મેસેજ પુરેપુરો સેફ રહેશે. 

* વીડિયોને ઝૂમ કરવો

વૉટ્સએપે નવુ Beta વર્ઝન રિલીઝ કર્યુ છે, જ્યારે એપને આની સાથે અપડેટ કરવામાં આવશે, ત્યારપછી યૂઝર્સ કોઇપણ વૉટ્સએપ વીડિયોને ઝૂમ કરી શકશે. આ માટે માત્ર ઉપર કે નીચેની બાજુએ સ્લાઇડ કરવાનું રહેશે. જોકે, આ ફિચર ફક્ત ઇનબિલ્ટ કેમેરા એપ સાથે જ કામ કરશે. 

* PC અને Mac માટે વૉટ્સએપ ક્લાયન્ટ

વૉટ્સએપ યૂઝર્સ અત્યાર સુધી માત્ર વેબ વર્ઝન જ યૂઝ કરી શકતા હતા, પણ હવે વૉટ્સએપે PC અને Mac માટે વૉટ્સએપ ક્લાયન્ટ લૉન્ચ કર્યુ છે. એટલે કે વિન્ડોઝ 8 અને ઉપરના વર્ઝનવાળી ઓપરેટિંગ સિસ્ટમ અને Mac OS 10.9 અને તેનાથી ઉપરના વર્ઝન પર આનો યૂઝ કરી શકાશે.


All Data contain Gather From Divyabhaskar.com



Comments

Post a Comment