The Power of Gujarati...

US : 1600 કરોડના ગુજરાતી પટેલ માલિકે ખરીદી 500 કરોડની Five Star Hotel..


અમેરિકા: 
ગુજરાતી ડૉ. કિરણ પટેલે ફ્લોરિડાના સારાસોટા ખાતે 294 રૂમ્સ ધરાવતી હોટેલ હયાત રિજન્સીને 500 કરોડમાં ખરીદી છે.  ફ્લોરિડાના ટેમ્પા શહેરમાં રહેતા ગુજરાતી ડૉ. કિરણ પટેલના નેતૃત્વ હેઠળ ગ્રુપે 386 કરોડમાં ડીલ ફિક્સ કરી છે. જેમાં ફર્નિચર, ઈક્વિપમેન્ટ સહિતની વસ્તુઓની રકમ એડ કરવામાં આવે તો ખરીદીની કુલ રકમ રૂપિયા 500 કરોડ થવા પામે છે. મૂળ વડોદરા જિલ્લાના મોટા ફોફડિયા ગામના વતની ડૉ. પટેલની આ ડીલને ગલ્ફ કોસ્ટની સૌથી મોટી ડીલ ગણવામાં આવે છે. નોંધનીય છે કે ફ્લોરિડામાં ડો. કિરણ પટેલ અને પત્ની ડો. પલ્લવી પટેલ 'પાવર કપલ' તરીકે ઓળખાય છે. ડો. પટેલે એક સમયે નુકસાની કરતાં બિઝનેસને આજે રૂપિયા 6600 કરોડ સુધી પહોંચાડ્યો છે.

પહેલા કોણ હતા આ હોટલના માલિક?
આ પહેલાં 2007થી આ હોટલનું માલિક બ્લેકસ્ટોન ગ્રુપ હતું. જેણે 433 કરોડ રૂ.માં આ હોટેલને હસ્તગત કરી હતી. આ હોટેલને રેસિડેન્સીમાં કન્વર્ટ કરવા માટે વધુ 147 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. 

હોટલને લઈને શું છે આશા?
કમર્શિયલ બ્રોકરેજ કંપની કુલિયર્સ ઇન્ટરનેશનલ ટામ્પા બેના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ કેન્ટ શ્વાર્ટઝે કહે છે કે, 'ગલ્ફ કોસ્ટમાં હોટલનું માર્કેટ મજબૂત છે, સારાસોટામાં આગામી વર્ષે ઘણી હોટલો ખુલશે, તે નક્કી છે. આગામી દિવસોમાં ગળાકાપ સ્પર્ધા હશે અને શહેરમાં હયાત નવીન પ્રોપર્ટી નથી. આ એક અદભૂત સ્થળ છે. જોકે, બોલરૂમ અને બેઠકના કારણે સેલિબ્રેશન માટે આ ઉત્તમ સ્થળ છે. 


















This all data contain gather from Divyabhaskar.com



Comments