Surat Traffic : Know your penalty of avoid traffic rules.

જાણો.. ટ્રાફિક નિયમ ભંગ બદલ થયેલ દંડ ની ઓનલાઈન જાણકારી.

સુરત શહેરમાં ટ્રાફિક ના નિયમ બદલ હવે મહાનગરપાલિકાએ સી.સી.ટી.વી. સર્વેલન્સની મદદથી શહેરના નાગરિકોને જે તે નિયમ પ્રમાણે ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ ઓનલાઈન દંડની પ્રક્રિયા ચાલુ કરેલ છે.



જેમાં  શહેરના અમુક મુખ્ય માર્ગો પર આ સી.સી.ટી.વી. કેમેરા જોવા મળે છે. અને એનું આખું સંચાલન સુરત આઈ.ટી. સેલ ઓફીસ, કમિશ્નર કચેરી પરથી કરવામાં આવે છે. આનાથી શહેરના લોકોમાં ટ્રાફિક નિયમ પ્રત્યે જાગૃકતા આવી છે. અને લોકો બને એટલુ વધુ સુરક્ષિત ડ્રાઈવીંગ કરવા માટે તૈયાર થયા છે.

પરંતુ આ છતાં પણ કેટલાક લોકો અવાર નવાર ટ્રાફિકના નિયમો ને નેવે મુકીને આ નિયમો તોડતા હોય છે. માટે સુરત સીટી ટ્રાફિક પોલીસે એક નવતર પગલું ભર્યું છે. લોકોએ તોડેલા નિયમભંગ બદલ એમના કેટલા પૈસા જમા કરાવવાના બાકી છે એ વિષે ઓનલાઈન જાણકારી મળી રહે છે. 



આ વેબસાઈટ માં આપનો ગાડી નંબર નાખવાથી આપના દ્વારા થયેલ ટ્રાફિક ભંગ ની તમામ જાણકારી મળી રહેશે. તેમજ તમારી બાકી અને ચૂકવાઈ ગયેલ પેનલ્ટી વિષે પણ જાણકારી મળી રહેશે.

Comments