Know Process of McDonald's Franchisee

જાણો : 
મેકડોનાલ્ડ ની ફ્રેન્ચાઇઝી લેવા માટેની સંપૂર્ણ પ્રોસેસ 

જો તમે રેસ્ટોરન્ટનો બિઝનેસ કરવા માંગો છો તો તમારી પાસે સારી તક છે. વિશ્વની સૌથી મોટી ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ચેન મેકડોનાલ્ડની ફ્રેન્ચાઈઝી લઈને તમે કરોડોમાં કમાણી કરી શકો છો. ચાલો...જાણીએ ફ્રેન્ચાઈઝી માટે કયાં અરજી કરવાની રહેશે, તેમાં કેટલો ખર્ચ આવશે અને કમાણી કેટલી થશે. આ છે સમગ્ર પ્રોસેસ.... 

કઈ રીતે શરૂ કરી શકાય છે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ    મેકડોનાલ્ડ વર્ષ 1955થી ફ્રેન્ચાઈઝી મોડલ પર કામ કરી રહી છે. હવ તમે પણ આ રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઈઝી લઈને લાખોની કમાણી કરી શકો છો. જો તમારે ભારતમાં આ રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઈઝી લેવી છે તો તેના માટે તમારે ડેવલોપમેન્ટ લાઈસન્સ લેવાનું રહેશે.

ભારતમાં બે કંપનીઓ આપે છે મેકડોનાલ્ડ ફ્રેન્ચાઈઝીનું લાઈસન્સ.
મેકડોનાલ્ડ ઈન્ડિયામાં ફ્રેન્ચાઈઝીનું લાઈસન્સ બે કંપનીઓ આપે છે. જો તમારે પ.બંગાળ અને સાઉથ ઈન્ડિયામાં રેસ્ટોરન્ટ ખોલવી છે તો તમારે હાર્ડકૈસ્ટલ રેસ્ટોરન્ટ પ્રાઈવેટ લિમિટેડ સાથે સંપર્ક કરવાનો રહેશે. તમે હાર્ડકેસ્ટલ રેસ્ટોરન્ટ પ્રાઈવેટ લિમિટેડના વાઈસ ચેરમેન અમિત ભાટિયા સાથે સંપર્ક કરી શકો છો. તમારે ઉતર ભારત અથવા પૂર્વ ભારતમાં રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઈઝી લેવી છે તો કનોટ પ્લાઝા રેસ્ટોરન્ટ પ્રાઈવેટ લિમિટેડ સાથે સંપર્ક કરી શકો છો. આ માટે કનોટ પ્લાઝાના વિક્રમ બકસી સાથે સંપર્ક કરી શકાય છે.

એફડીડી ડોકયુમેન્ટને યોગ્ય રીતે વાંચો.
મેકડોનાલ્ડની ફ્રેન્ચાઈઝી લેતા પહેલા તમે ફ્રેન્ચાઈઝી ડિસ્કલોઝર ડોકયુમેન્ટ એટલે કે એફડીડીને સારી રીતે વાંચો. આ ડોકયુમેન્ટમાં તમને તમામ નિયમ અને રીતો સમજાવવામાં આવ્યા છે. ફ્રેન્ચાઈઝી લેવા માટે તમારી પાસે જગ્યા હોવી જોઈએ. તમને કઈ રીતની ટ્રેનિંગ મળશે તે અંગેની તમામ માહિતી આ ડોકયુમેન્ટમાં હોય છે. એફડીડીને તમે ગૂગલમાંથી ડાઉનલોડ પણ કરી શકો છો.

જો તમારી પાસે કોઈ રેસ્ટોરન્ટ છે તો તમે તેને મેકડોનાલ્ડમાં કનવર્ટ કરી શકો છો. મેકડોનાલ્ડની ફ્રેન્ચાઈઝી લેવા માટે 6થી 14 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ હોવું જરૂરી છે. આ સિવાય તમારી પાસે 5 કરોડની લિકવિડ કેપિટલ હોવી જોઈએ. કેપિટલ સિવાય તમારે 30 લાખની ફ્રેન્ચાઈઝી ફીસ આપવાની રહેશે. તમારે રેસ્ટોરન્ટના કુલ વેચાણની 4 ટકા સર્વિસ ફીસ તરીકે આપવાની રહેશે. મેકડોનાલ્ડની ફ્રેન્ચાઈઝી લીધા બાદ લગભગ 2થી 3 વર્ષમાં બ્રેક ઈવેન જોવા મળશે.

Comments