Know all detail about Surgical Strike by INDIA on PAK.

ભારત દ્વારા કરવામાં આવેલ "સર્જીકલ સ્ટ્રાઇક" વિષે A to Z માહિતી...









નવી દિલ્હી:પહેલીવાર LoC પાર કરીને ઈન્ડિયન આર્મીએ PoKમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. 3 કિ.મી. અંદર ઘૂસીને 5 સેક્ટરમાં 7 જગ્યાએ હુમલો કરવામાં આવ્યો છે. 

ભારતીય આર્મીએ પાકિસ્તાનમાં 38 આતંકીઓને મારી નાંખ્યા છે. આ ઓપરેશનનું સમગ્ર પ્લાનિંગ દિલ્હીમાં બેસીને નેશનલ સિક્યુરિટી એડ્વાઈઝર અજીત ડોભાલે કર્યું 

હતું. હુમલામાં કુલ ચાર કલાકનો સમય (12.30થી 4.30) લાગ્યો હતો. જવાનોની ટીમે જમીન પર ઢસડાઈને એલઓસી ક્રોસ કરી હતી.
PoKમાં 4 કલાક ચાલેલી સર્જિકલ સ્ટ્રાઈકની સમગ્ર સ્ટોરી

1. કેવી રીતે થયું સર્જિકલ સ્ટ્રાઈકનું પ્લાનિંગ?
- એજન્સીઓએ તેમને મળેલા ઈનપુટ આર્મીને આપ્યા હતા. ડોભાલે ઓપરેશન લીડ કર્યું.
- Loc પાર આંતકીઓના લોન્ચિંગ પેડને ટાર્ગેટ કરવામાં આવ્યા.
- 7 દિવસમાં અહીંથી 20 વખત ઘૂસણખોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

2. આ રીતે થઈ સર્જિકલ સ્ટ્રાઈક
- કિલિંગ મશીન કહેવામાં આવતા પેરા કમાન્ડોઝનું યુનિટ બનાવવામાં આવ્યું હતું.
- Locમાં MI17 હેલિકોપ્ટરથી જવાન ઉતર્યા હતા અને ત્યારપછી તેઓ ઢસડાઈને પીઓકેમાં ઘૂસ્યા હતા.
- 3 કિ.મી. અંદર ગયા પછી જવાનોએ આતંકીઓ ઉપર ફાયરિંગ કર્યું હતું. વીડિયો પણ બનાવ્યો હતો. 

3. આતંકીઓને કેટલું થયું નુકસાન
- 5 સેક્ટરમાં 7 જગ્યાએ હુમલો કરવામાં આવ્યો છે. તેમાં 38 કરતા વધારે આંતકીઓને મારવામાં આવ્યા છે.
- જે કેમ્પને તોડી પાડવામાં આવ્યા છે તેમાં આંતકીઓ ટ્રેનિંગ લઈ રહ્યા હતા.

4. પાકિસ્તાની સેનાને આપ્યો જડબાતોડ જવાબ
- સ્ટ્રાઈક દરમિયાન જ્યારે પાકિસ્તાની સૈનિકોએ તેમને રોક્યાં ત્યારે પણ ભારતીય જવાનોએ ફાયરિંગ કર્યું હતું.
- પાકની 3 ચોકીને પણ નુકસાન થયું છે. 2 પાક. સૈનિકો પણ મૃત્યુ પામ્યા છે.

5. સર્જિકલ સ્ટ્રાઈક પછી થઈ આ કાર્યવાહી
- USના વિદેશ મંત્રીએ સુષ્મા સ્વરાજને ફોન કર્યો. USના NSAએ ડોભાલને પણ ફોન કર્યો.
- મોદીએ નક્કી કરેલી MFNની મીટિંગને ટાળી દીધી અને કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી સાથે બેઠક કરી.
- આર્મીના DGMOએ સર્જિકલ સ્ટ્રાઈક થઈ હોવાનો ખુલાસો કર્યો.

સરહદ પાર આપણી સેનાના 45 વર્ષમાં 6 ઓપરેશન
- 1971: આપણી સેના બાંગ્લાદેશમાં ઘૂસી.
- 1987: 50 હજાર જવાન શ્રીલંકાના જાફનામાં ફરજ પર લાગ્યા.
- 1988: 1400 કમાન્ડો માલદીવ મોકલ્યા.
- 1995: ઉગ્રવાદીઓ સામે મ્યાનમાર ઓપરેશન કરાયું.
- 2015: ફરીથી મ્યાનમાર સીમાની અંદર જઈને કાર્યવાહી કરાઈ.
- 2016: PoKમાં સર્જિકલ સ્ટ્રાઈક.

અત્યારસુધી ચાલી રહેલી કૂટનીતિથી અચાનક વ્યુહાત્મક એક્શન કેમ શરૂ થઇ ?
કઇ પણ અચાનક થયુ નથી. ઉરી હુમલા પછી જે દિવસે મોદી વોર રૂમમાં હતા. તે જ દિવસથી રણનીતિ તૈયાર કરવાની શરૂઆત થઇ ગઇ હતી. જરૂરી ઇન્ટેલિજન્સ ઇનપુટ એકઠાં કરાયા. ભારતની એક્શનના જવાબમાં પાકિસ્તાનનું રિએક્શન અને તે રિએક્શન પર આપણાં સંભવિત જવાબનો સમગ્ર પ્લાન ફાઇનલ કરવામાં આવ્યો. આ પછી આ કાર્યવાહી કરવામાં આવી. જેમા 10 દિવસ લાગ્યા.

તો હવે સિંધુ સંધિ અને એમએફએનનો દરજ્જો રદ કરવાના મુદ્દાનું શું થશે?
દેશ અને દુનિયાને એ જણાવવું જરૂરી હતું કે ભારત કઇ કરી રહ્યુ છે. આ સાથે આતંરરાષ્ટ્રીય દબાણ પણ હતું. એટલા માટે એ પગલાં લેવાયા જે નજરે ચડ્યા. સિંધુ જળ સંધિ તોડવી સરળ નહોતી. તે ભારત વિરુદ્ધ જઇ શકતી. આગામી પગલું પાકને આપેલું મોસ્ટ ફેવરેટ નેશનનો દરજ્જો પરત લેવો અને સીઝફાયર સંધિ તોડવાનો હોઇ શકતો.

શું હવે પાકિસ્તાન રિએક્ટ કરશે? તેમની શું તૈયારી હશે
નવાઝ સરીફ ફસાઇ ગયા છે. જો કોઇ કાર્યવાહી કરેતો સૈન્ય સત્તા પલટી શકે છે. કટ્ટરવાદિઓ-ત્રાસવાદી જૂથોના ગુસ્સાનો સામનો કરવો પડશે. અને કોઇ કાર્યવાહી કરે તો નાનું યુદ્ધ નહી પરંતુ મોટા યુદ્ધ તરફ જશે. ભારત-પાક પરમાણુ શક્તિ છે. એવામા અમેરિકા અથવા યુએન પાક પર દબાણ વધારશે. હાલની પરિસ્થિતિ પાકને ગૃહ યુદ્ધ તરફ લઇ જઇ શકે છે.

આ હુમલાથી ભારતે સૌથી વધારે શું મેળવ્યું.
સોફ્ટ સ્ટેટની છબી તૂટશે. 11 દિવસોથી જે દબાણ થઇ રહ્યુ હતું તે દુનિયાને જાણ હતી. એલઓસી પાર કરી શકાય છે. આ કલ્પના પણ કોઇએ કરી નહોતી. એવામાં દુનિયાને એક સંદેશ સ્પષ્ટ થઇ ગયો કે ભારતીય સૈન્ય વિકલ્પનો પણ ઉપયોગ કરી શકે છે. એપણ પરમાણુ પરિક્ષણ કર્યું હતુ એટલી ગુપ્ત રીતે.

આ વખતે કોઇ નવી રણનીતિ અથવા વાત, જે દુનિયાને આશ્ચર્યચકિત કરે છે ?
સર્જિકલ ઓપરેશન પહેલાં પણ થયા છે. પરંતુ કોઇ પણ સૈન્યએ ખુલાસો કર્યો નથી. પહેલી વખત આપણને જણાવવામાં આવ્યુ. આ સાથે આપણાં ડીજીએમઓએ પાકિસ્તાનના ડીજીએમઓને ફોન પર તેની જાણકારી પણ આપી. આપણી સરકાર એે બતાવવા માંગતી હતી કે એ હવે ભારતની ઘીરજ ખતમ થઇ રહી છે.

This all data contain gather from Divyabhaskar.com


Comments