Earn 1 Lakh every month @ HOME : From YouTube

શું વાત કરો છો ?

આ ભાઈ ઘરે બેઠા બેઠા જ મહીને એક લાખ રૂ. કમાઈ લે છે. 
છે ને ગજબ.................. ?



ઇન્ટરનેટ કમાણીનું એક મોટું સાધન બનતું જાય છે. કેવળ જરૂરીયાત છે તેની યોગ્ય જાણકારીની. દુનિયામાં ઘણાં લોકો એવા છે જે યૂ ટ્યુબ દ્ધારા સારી કમાણી કરી રહ્યા છે. સીએનએન મનીના જણાવ્યા અનુસાર અમેરિકાના જોન ટ્યુબ દ્ધારા દર મહિને 1800 ડોલર (1.20 લાખ રૂપિયા) કમાય છે. આના માટે તેમણે ક્યાંય નથી જવું પડતું. આ બધું તે ઘેરબેઠા કરી શકે છે.

જોને ટ્યુબ પર રિપોર્ટ ઓફ ધ વીક નામની ચેનલ બનાવી છે. આ ચેનલના 88 હજારથી વધુ સબ્સ્ક્રાઇબર છે. જોન આ ચેનલ પર કેટલાક સમયના અંતર બાદ વીડિયો નાંખે છે. વીડિયો જોવાના બદલે જે એડ મળે છે તેમાંથી યૂટ્યુબ થોડો હિસ્સો જોનને આપી દે છે.

યૂટ્યૂબ પર "રિપોર્ટ ઓફ ધ વીક" ચેનલ પર વીડિયોના બદલામાં જોનને દર મહિને યૂટ્યુબથી 1500 ડોલર (1.05 લાખ રૂપિયા) મળે છે જયારે 300 ડોલર (20 હજાર રૂપિયા) ફૂડ રિવ્યૂ માટે ડોનેશન તરીકે મળે છે.

યૂ ટ્યૂબ પર જોન મોટી બ્રાન્ડ્સના ફૂડ રિવ્યૂ નાંખે છે. આ ફૂડ્સના રિવ્યૂ તે જાતે કરે છે. જેમાં બર્ગર, હેલ્થ ડ્રિંક, પિત્ઝા અને બીજી ફૂડ આઇટમ સામેલ છે. પોતાના તાજા રિવ્યૂમાં જોને બર્ગર કિંગના ચીટોઝ ચિકન ફ્રાઇઝનો રિવ્યૂ કર્યો છે.

કોઇ પણ ફૂડ આઇટમના રિવ્યૂ માટે જોન તેને ખરીદીને તેને ખાય છે. અને ખાધા પછી પોતાનો ફીડબેક આપે છે. જોન અત્યાર સુધી 600થી વધુ ફૂડ આઇટમનો રિવ્યૂ કરી ચૂકયા છે, જેમાં કેએફસી સહિત ઘણી મોટી બ્રાન્ડ સામેલ છે. ફૂડ રિવ્યૂ માટે ઝોન 1940ના ડ્રેસ સેન્સમાં વીડિયો તૈયાર કરે છે. આમ કરવું તેને સારૂ લાગે છે.

યૂટ્યૂબ પર ફૂડ રિવ્યૂ કરનારી ઝોન એકલી વ્યક્તિ નથી. તેમની ચેનલની જેમ બીજા ઘણાં લોકોએ યૂટ્યૂબ પર ફૂડ રિવ્યૂની ચેનલ બનાવી છે. ઝોનને જોયસ વર્લ્ડ ટૂર અને ડિમ ડ્રોપ્સથી સખત ટક્કર મળી રહી છે. આ બન્ને ચેનલ પણ યૂટ્યુબ પર ફૂડ રિવ્યૂ કરે છે. જોયસ વર્લ્ડ ટૂરની યૂ ટ્યૂબ પર 1.67 લાખ અને ડિમ ડ્રોપ્સના 6.78 લાખ સબ્સ્ક્રાઇબર છે.

Comments