PRISMA APP.

શું તમે જાણો છો. આ નવીનતમ ફોટોગ્રાફ્સ ની એપ્લીકેશન વિષે....


હમણાં જાણીતા વ્યક્તિઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ માં પોતાના ક્રિએટીવ ફોટોગ્રાફ્સ અપલોડ કરી રહ્યા છે. આ એપ્લીકેશન નું નામ પ્રીસમા છે. શરૂઆતમાં તેને એપલ સ્ટોર માટે જ ડેવલપ કરવામાં આવેલ હતી. અને હાલમાં જ તેને એન્ડ્રોઇડ સીસ્ટમ ના વપરાશકર્તા માટે ગુગલ પ્લે સ્ટોર માટે તૈયાર કરવામાં આવેલ છે.  માટે સામાન્ય એન્ડ્રોઇડ મોબાઈલ ના વપરાશકર્તા માટે આ એપ્લીકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી અને એનો ઉપયોગ કઈ રીતે કરવો એ વિષે અહી જાણકારી આપવામાં આવેલ છે.
 ૧) સૌપ્રથમ તો આપ નીચે આપેલી લીંક પર ક્લિક કરી આપના ગુગલ એકાઉન્ટ માં પ્લે સ્ટોર માં જઈ આ એપ્લીકેશન પોતાના મોબાઈલ માં ઈંસ્ટોલ કરો.

૨) હવે ઇન્સ્ટોલ થયા પછી આપનું ઈન્ટરનેટ પેક શરુ કરી અથવા કોઈપણ વાઈ ફાઈ કનેક્ટિવિટી સાથે જોડાઈ ને આ એપ્લીકેશન માં આપના કોઈપણ ફોટોગ્રાફ્સ તૈયાર કરો.


૩) હવે થોડી વાર પ્રોસેસ થયા પછી આપનો નવો ફોટોગ્રાફ્સ તૈયાર થઈ જશે અને આપ પોતાની ગેલેરી માં પણ સેવ કરી શકો છો તેમજ ડાયરેક્ટ આપના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ માં પણ શેર કરી શકો છો.


તો હવે, આપ પણ આપના આવા ક્રિએટીવ ફોટોગ્રાફ્સ બનાવી શકો છો. તેમજ તેને સોશિયલ મીડિયા માં અપલોડ કરી લાઇક મેળવી શકો છો.
જો તમને આ આર્ટીકલ પસંદ પડ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, અને કોમેન્ટ આપો.






Comments