Know about Career Opportunity in IMPORT EXPORT Business..

IMPORT EXPORT BUSINESS 


ગ્લોબલાઇઝેશનના આ યુગમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના ક્ષેત્રનો ખૂબ વિકાસ થયો છે. અને સાથોસાથ તેમાં રહેલી કારકિર્દી ની તકનો પણ. 

ઇમ્પોર્ટએક્સ પોર્ટ દ્વારા દેશ પોતાની ઇકોનોમીને મજબૂત બનાવી શકે છે, તેમજ દેશવાસીઓ પોતાની અંગત કારકિર્દી માં પણ આર્થિક વિકાસ મેળવી શકે છે. 

અભ્યાસક્રમ : કેટલીક યુનિવર્સિટીઓ, ઇન્સ્ટિટ્યૂટ્સ તેમજ પ્રાઇવેટ કંપની ઓઇમ્પોર્ટ એક્સપોર્ટ અંગેના ડિપ્લોમા કોર્સીસ, ડિગ્રી કોર્સીસ તેમજ સર્ટિફિકેટ કોર્સીસ ચલાવે છે. જે માટેની લઘુતમ લાયકાત HSC થી ગ્રેજ્યુએશન સુધીની હોય છે. અભ્યસક્રમની મુદત 6 માસથી શરૂ કરીને 1 વર્ષ સુધીની હોય છે. જ્યારે આવા અભ્યાસક્રમની ફી આશરે 7,500 થી શરૂ કરીને 30,000 સુધીની હોય છે. 

અભ્યાસક્રમના વિષયોમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના બેઝિક્સ, ઇન્ટરનેશનલ માર્કેટિંગ, ડોક્યુમેન્ટેશન, ફોરેન ટ્રેડ પોલિસી, ગવર્નમેન્ટ પોલિસી, રિસ્ક એન્ડ ઇન્સ્યોરન્સ મેનેજમેન્ટ, બેન્કિંગ તેમજ ફાઇનાન્સ સેક્ટર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ પ્રોસિજર તેમજ તેના કેલ્ક્યુલેશન્સનો સમાવેશ થાય છે. આ અભ્યાસક્રમ 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ નો હોઈ તેમાં આંતરરાષ્ટ્રીય બંદરોની મુલાકાત, ઇન્ડિયન કન્ટેનર ડિપો, ઇન્ટરનેશનલ એરપોર્ટ ના એરકાર્ગો ની મુલાકાતનો પણ સમાવેશ થાય છે.

રોજગારીની તકો : 1) શિપિંગ તેમજ લોજિસ્ટિક,  2) પોર્ટ ડેવલમેન્ટ,  3) એરલાઇન્સ અને કાર્ગો,  4) મલ્ટિનેશનલ કંપનીઓ ના ડોક્યુમેન્ટેશન,  5) ડિપાર્ટમેન્ટ કંપનીઓના ઇન્ટરનેશનલ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, 6) કોર્પોરેટ સેક્ટરમાં ગવર્નમેન્ટ બેનિફિટ ડિપાર્ટમેન્ટ તેમજ લિગલ એડવાઇઝરી ડિપાર્ટમેન્ટમાં

ધંધાકીય તકો : 1) મેન્યુફેક્ચરર એક્સપોર્ટર,  2) મર્ચન્ટ એક્સપોર્ટર,  3) મેન્યુફેક્ચર કમ મર્ચન્ટ એક્સપોર્ટર,  4) ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ કન્સલ્ટન્ટ, 5) શિપિંગ મેગેઝિનનું પબ્લિશિંગનું કાર્ય. 

અભ્યાસક્રમના ટર્મ્સ એન્ડ કન્ડિશન : 1) જે ઇન્સ્ટિટ્યૂટ્સ માં થિયરી કરતાં પ્રેક્ટિકલ્સ વધારે કરાવાતાં હોય તેવી ઇન્સ્ટિટ્યૂટ્સ માં એડમિશન લેવું જોઈએ. 2) બેન્કમાંથી મેળવેલ L/C (લેટર ઓફ ક્રેડિટ-શાખપત્ર) પરથી કસ્ટમ હાઉસ એજન્ટને મોકલવાનું પ્રિ-શિપમેન્ટ તેમજ બેન્કને ડોક્યુમેન્ટ તરીકે પરત કરવાનું પોસ્ટ શિપમેન્ટ તૈયાર કરવાની તાલીમ આપતી હોય, તેવી જગ્યાએથી ઇમ્પોર્ટ એક્સપોર્ટનો કોર્સ કરવો જોઈએ. 3) જે સંસ્થા અભ્યાસક્રમના અંતે ‘જોબ પ્લેસમેન્ટ આસિસ્ટ’ નો લાભ આપતી હોય, તેવી જગ્યાએ થી અભ્યાસક્રમ કરવો વધુ હિતાવહ છે.
All Data Contain Gather From Divyabhaskar.com

Comments