World Most Expensive Houses....

આર્કિટેક્ટ ની અજાયબી જેવા દુનિયાના સૌથી મોંઘા ઘર...

નવી દિલ્હીઃદુનિયાના સૌથી મોંઘા ઘરોમાં જો આપને રહેવાની તક મળે તો સ્વાભાવિક છે કે આપ પણ એક વાર વિચારમાં પડી જાઓ પરંતુ આવા આલીશાન ઘરોમાં રહેવાનું સપનું તો દરેક જોતા હોય છે. પરંતુ દરેકના માટે આવું ઘર ખરીદવું કદાચ સપનું જ બની રહેતું હોય છે. કારણ કે તેની કિંમત અબજો રૂપિયામાં છે. એવામાં જો આપને ખબર પડે કે ફોર્બ્સ લિસ્ટની સાથે આનું નામ ઘણાં રેકોર્ડમાં સામેલ છે તો આપ એક વાર તેને જોવા જરૂર માંગશો.આવો જાણીએ આવા જ સ્વર્ગ જેવા ઘરો અંગે જે યૂએસએ, અલાસ્કા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ જેવી જગ્યાએ સ્થિત છે. 

1. એન્ટિલિયા

લોકેશનમુંબઇ, ભારત
ઓનર : મુકેશ અંબાણી
કિંમત : 6700 કરોડ રૂપિયા

દુનિયાનું સૌથી મોંઘુ ઘર ભારતમાં મુંબઇમાં સ્થિત એન્ટિલિયા છે.
આ ઘર 400,000 સ્કવેર ફૂટમાં બનેલું છે.
મુકેશ અંબાણી ફેમિલીએ આ ઘરને 2006 માં બનાવ્યું હતું અને તેને બનાવવામાં 1 અબજ ડોલર (6700 કરોડ રૂપિયા) ખર્ચ થયો હતો.
આ મુંબઇનું સૌથી ઉંચુ રહેણાંક ઘર છે. જે 27 માળનું છે. તેની હાઇટ 173 મીટર છે.
એન્ટિલિયાની જાળવણી માટે 600 લોકોને નિયુક્ત કરવામાં આવ્યા છે.
ટાવરમાં 6 અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, 3 હેલિપેડ, 1 જિમ, 9 સુપર એલિવેટર્સ, 1 યોગા સ્પોર્ટ અને 1 ડાન્સ સ્ટૂડિયો છે.
તેમાં 1 ઓપન થિએટર પણ છે જેમાં 50 લોકોના બેસવાની કેપેસિટી છે. 
એન્ટિલિયાનાં 15 માળ ફકત રેસિડેન્સ યૂઝ માટે છે. બાકીના માળને કોમર્શિયલ સ્ટ્રક્ચર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
તેના કોમર્શિયલ બિલ્ડિંગને કેટલાક મોટા બિઝનેસમેનોએ ખરીદવાની ઇચ્છા વ્યકત કરી પરંતુ મુકેશ અંબાણી તેને વેચવા માટે તૈયાર નહોતા.

2. વિલા લિયોપોલ્ડા  

લોકેશનઃ ફ્રાન્સ  
ઓનર- લિલી સાફરા, સોશ્યાલિસ્ટ  
કિંમતઃ 5 હજાર કરોડ રૂપિયા ... 
દુનિયાનું સૌથી મોંઘુ ઘર ફ્રાન્સમાં સ્થિત વિલા લિયોપાલ્ડા છે.   
આ ઘર 20 એકરના એરિયામાં ફેલાયેલું છે.   
એકલા 10 એકરમાં ફકત નિર્માણ કાર્ય જ થયું છે.   
રિપોર્ટ અનુસાર ફ્રાન્સના કિંગ વિલા લિયોપાલ્ડાને કિંગ લિયોપોલ્ડ 2 એ બનાવ્યું હતું.... 
વિલા લિયોપાલ્ડાને 2008માં લિલી સોફારાએ 75 કરોડ ડોલર(અંદાજે 5 હજાર કરોડ)માં ખરીદ્યું હતું.   
વિલાને 1929માં તે સમયના અમેરિકી શિલ્પકાર ઓગડેને ફ્રેન્ચ શૈલીમાં ડિઝાઇન કર્યું છે.... 
તેમાં 11 બેડરૂમ, 14 બાથરૂમ, 1 પ્રાઇવેટ બીચ, 1 સ્પોર્ટિંગ કોર્ટ, 3 સ્વીમિંગ પૂલ અને 1 બાઉલિંગ એલે, 4 ગેરેજ, 11 ટેરેસ, 2 રૂફડેક્સ અને 5 શાનદાર અસ્તબલ છે.   
ઘરનો બગીચો એટલો મોટો છે કે તેની સંભાળ માટે આખો દિવસ 50 ગાર્ડનર એક સાથે કામ કરે છે.... 
ફ્રાન્સમાં આ વિલા ઐતિહાસિક ઇમારત તરીકે ઓળખવામાં આવે છે. જયાં ફરવા આવતા ટૂરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે...

3. ફેરફિલ્ડ    

લોકેશન: યૂએસ, ન્યૂયોર્ક 
ઓનર:  ઇરા રેનર્ટ, બિઝનેસમેન  
કિંમત : 2 હજાર કરોડ રૂપિયા... 
દુનિયાનું સૌથી મોંઘુ ઘર ન્યૂયોર્કના સાગાપોનેકમાં સ્થિત ફેરફિલ્ડ છે.... 
આ ઘર 63 એકરમાં બનાવાયું છે.... 
ફોર્બ્સના અનુસાર ફેરફિલ્ડને ઇરા રેનર્ટે 2014માં 24.8 કરોડ ડોલર (અંદાજે 2000 કરોડ રૂપિયામાં) ખરીદ્યો હતો.   
એક રિપોર્ટ અનુસાર મોંઘા અને શાનદાર લુકના કારણે ગત વર્ષે ફેરફિલ્ડને 6.4 લાખ ડોલરનો ટેક્સ... 
ફોર્બ્સ ઉપરાંત,યૂએસએના હાઉસિંગ એસોસિએશનને આને યૂએસના લાર્જેસ્ટ હોમની યાદીમાં ટોપ પર મૂક્યું છે.    
આ ગેરેજ એટલું મોટું છે કે તેમાં 100 કાર એક સાથે પાર્ક કરી શકાય છે... 
તેમાં એક થિએટર ઉપરાંત, 10,000 ચોરસ ફૂટનું પ્લે હાઉસ છે, જેમાં એક બાસ્કેટ બોલ કોર્ટ, બે પૂલ્સ અને બે લેન બાઉલિંગ એલે છે.   
યૂએસએની હાઉસિંગ એસોસિએશને આને યૂએસના લાર્જેસ્ટ હોમની લિસ્ટમાં... 

4. કિંગ્સટન પેલેસ ગાર્ડન     


લોકેશન: લંડન, યૂકે 
ઓનરઃ લક્ષ્મી મિત્તલ 
કિંમત: 1500 કરોડ રૂપિયા... 
દુનિયાનું ત્રીજું સૌથી મોટું ઘર ભારતીય બિઝનેસમેન લક્ષ્મી મિત્તલનું કિંગસ્ટન પેલેસ ગાર્ડન છે.   
ફોર્બ્સના જણાવ્યા અનુસાર, અબજપતિ નોયામ ગોટ્સમેને લક્ષ્મી મિત્તલને 22.2 કરોડ ડોલર (અંદાજે 1500 કરોડ રૂપિયા)માં આ ઘર વેચ્યું હતું.... 
લક્ષ્મી મિત્તલના આ કિંગ્સ્ટન પેલેસ ગાર્ડન ઉપરાંત બીજા 3 ઘર છે. આ ઘર લંડનના જે રસ્તા પર છે તેને બિલેનિયર સ્ટ્રીટ નામથી ઓળખવામાં આવે છે.    
આ રસ્તા પર મિત્તલ સહિત બ્રિટનના અને દુનિયાના ઘણાં ધનવાનોના ઘર છે. આ ઘરની એવરેજ કિમત 19.2 કરોડ ડોલર છે. 
એક રિપોર્ટ અનુસાર આ ઘર મિત્તલે તેમના પુત્રને ગિફ્ટમાં આપ્યું છે.
લક્ષ્મી મિત્તલના ત્રણ ઘરોમાંથી એકનું નામ તાજ છે.જેની કિંમત 58 કરોડ રૂપિયા છે.... 

5. વન હાઇડ પાર્ક     

લોકેશન- લંડન 
ઓનર-અનનોન 
કિંમત- 1600 કરોડ રૂપિયા... 
દુનિયાનું ચોથા નંબરનું મોંઘુ ઘર લંડનમાં છે.     
જેને 2008 માં યૂક્રેનના સૌથી ધનિક વ્યક્તિએ ખરીદ્યું હતું.... 
આ ઘર 25 હજાર ચોરસફૂટમાં બનાવાયું છે.    
2014માં આ ઘરને 24 કરોડ ડોલર (અંદાજે 1600 કરોડ રૂપિયા) માં વેચાયું હતું.... 
ઘરને બે વિંગ્ઝમાં વહેંચવામાં આવ્યું છે. જેના નામે ક્રમશઃ સિટી અને પાર્ક વિંગ છે.     
તેમાં સંપૂર્ણ રીતે બુલેટ પ્રૂફ ગ્લોવ્ઝના પ્લેટફોર્મ પર બનાવાયું છે.... 
આ ઘરને પેવેલિયન સીની બાયર્સની વચ્ચે ખાસ્સી ડિમાંડ છે. 
લંડનમાં તેને મોસ્ટ એક્સપેન્સિવ એપાર્ટમેન્ટ તરીકે રજિસ્ટર કરવામાં આવી છે.... 

6. કોપર બીચ ફોર્મ, કનેક્ટિકટ.

     
લોકેશન: કનેક્ટિકટ, યૂએસએ  
ઓનર: જોન રૂડી 
કિંમત: 800 કરોડ રૂપિયા... 
દુનિયાનું છઠ્ઠુ સૌથી મોંઘુ ઘર કોપર બીચ ફાર્મ છે, આ ઘર અમેરિકાના કનેક્ટિકટમાં છે.   
2014 માં આ ઘરને જોન રૂડીએ 12 કરોડ યૂએસ ડોલર (800 કરોડ) રૂપિયામાં ખરીદ્યું હતું.... 
કોપર બીચને 14,000 ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવાયા છે.     
આ ઘરમાં 12 બેડરૂમ, 7 બાથરૂમ, 2 આલીશાન ગાર્ડન, 3 સ્વીમિંગ પૂલ, 1 પ્લેસ્ટોર અને એક લાકડાની વિશાળ લાયબ્રેરી છે.
ઘરને સોલેરિયમથી ઇક્વિપ્ડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, લાકડાથી બનેલું એક 1 ફોઅર છે.... 
All data contain gather from Divyabhaskar.com

Comments