જાણો, રેડ્મી ના નવા ફોન MI MAX ના નવીન ફીચર્સ અને કિંમત વિશે....
ગેજેટ ડેસ્ક: શ્યાઓમી Mi Max હેન્ડસેટની રાહ જોતા લોકો માટે ખુશખબરી છે. 6.44 ઇંચ ડિસ્પ્લેવાળા શ્યાઓમીના આ ફેબલેટને 30 જૂને ઇન્ડિયામાં લૉન્ચ કરવામાં આવશે. આ જાણકારી કંપનીના વાઈસ પ્રેસિડન્ટ હ્યૂગો બારાએ આપી છે. આ કંપનીનો અત્યારસુધીનો સૌથી મોટો સ્માર્ટફોન છે.
શું છે એના ખાસ ફિચર્સ
હ્યૂગો બારાએ ટ્વીટ કરીને કહ્યું છે કે 30 જૂને તમારા હોશ ઉડાવવામ આ કઇક મોટું લૉન્ચ થવાનું છે. આ ટ્વીટની સાથે જ યૂટ્યૂબ વીડિયોની લિંક પણ શેક કરી છએ. વીડિયો જોઈને ખબર પડે છે કે આ કંપની પોતાના લેટેસ્ટ ફેબલેટને
ભારતીય બજારમાં ઉતારવાની છે.
- ઉલ્લેખનીય છે કે શ્યાઓમીએ ગયા મહિને જ પોતાનો ફેબલેટ Mi Max ચીનમાં લૉન્ચ કર્યો હતો.
- ચીનમાં આના ત્રણ વેરિએન્ટ લૉન્ચ કરવામાં આવ્યાં છે.
- એક વેરિએન્ટ 3 GB રેમ, 32 GB મેમરી અને સ્નેપડ્રેગન 650પ્રોસેસરવાળો છે. જેની કિંમત 1,499 CNY (આશરે રૂ. 15,000) છે.
- 3 GB રેમ, 64 GB સ્ટોરેજ અને સ્નેપડ્રેગન 652 પ્રોસેસરવાળું વર્ઝન 1,699 CNY (અંદાજે રૂ.17,000 )માં મળે છે.
- ત્રીજુ વેરિએન્ટ 4 GB રેમ, 128 GB સ્ટોરેજ અને સ્નેપડ્રેગન 652 પ્રોસેસર વાળો છે. આને ચીનમાં 1,999 CNY (અંદાજે રૂ. 20,500)માં વેચવામાં આવે છે.
સ્માર્ટફોન
શ્યાઓમી Mi Maxની સૌથી મોટી ખાસિયત એની સ્ક્રીન છે. આ હેન્ડસેટ 6.44 ઇંચ ડિસ્પ્લેવાળો છએ અને તેની થિકનેસ 7.5mm છે. શ્યાઓમીMi Max મેટલ બૉડીવાળો હેન્ડસેટ છે. તે સિલ્વર, ગોલ્ડ અને ડાર્ક ગ્રે કલરમાં અવેલેબલ છે.
આ ડ્યુઅલ સિમ ડ્યુઅલ સ્ટેન્ડબાય ફેબલેટ છે. કેમેરા ફિચરની વાત કરીએ તો આમાં f/2.0 અપર્ચર, ફેઝ ડિટેક્શન, ઑટોફોકસ અને LED ફ્લેશવાળા 16 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. બીજી તરફ આમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
આ હેન્ડસેટ 4G LTE સપોર્ટ કરે છે. આ ઉપરાંચ બ્લૂ ટૂથ 4.2, GPS/ A-GPS અને Wi-Fi જેવા સામાન્ય કનેક્ટિવિટી ફિચર્સ આપવામાં આવ્યાં છે. શ્યાઓમી Mi Max ફેબલેટને પાવર આપવા માટે આમાં 4850 mAh પાવરની બેટરી છે. કંપનીએ આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપ્યાં છે.
ઇન્ડિયામાં શું હશે કિંમત-
હજી એ સ્પષ્ટ નથી થયું કે કંપની ઇન્ડિયામાં કેટલા વેરિએન્ટ લૉન્ચ કરશે પણ શ્યાઓમી Mi 5ના ઇન્ડિયા લૉન્ચ વિશે વાત કરીએ તો કંપનીએ આનો માત્ર એકજ વેરિએન્ટ લૉન્ચ કર્યો હતો. માનવામાં આવે છે કે બરાબર એ જ રીતે Mi Max નો પણ એક જ વેરિએન્ટ ઇન્ડિયામાં લૉન્ચ થશે. આ હેન્ડસેટનું સૌથી સસ્તુ મૉડલ હોઈ શકે છે.
All data contain gather from Divyabhaskar.com
Comments
Post a Comment