Know, Secret tricks about Whatsapp..

વૉટ્સએપ લૉક કરવું, ટેકસ્ટ બૉલ્ડ કરવીઃ જાણો આ છે એપની 7 સિક્રેટ ટ્રિક્સ..

ગેજેટ ડેસ્કઃ 
મેસેજિંગ સર્વિસ માટે અત્યારે વૉટ્સએપ એક દમદાર એપ બની ગયું છે. આમાં ચેટિંગ, મેસેજિંગ, ફોટો અને વીડિયો શેરિંગ ઉપરાંત તમે બીજુ ઘણુબધુ જરૂરી કામ આ એપથી આસાનીથી કરી શકો છો, આ માટે તમારે કેટલીક ટ્રિક્સનો યૂઝ કરવો જરૂરી છે. અહીં divyabhaskar.com તમને બતાવે છે વૉટ્સએપની કેટલીક સિક્રેટ ટ્રિક્સ વિશે. જેની મદદથી તમે ટેક્સ્ટને બૉલ્ડ કરવાથી લઇને વૉટ્સએપને લૉક કરવા સુધીનું કામ કરી શકો છો.

* વૉટ્સએપની સિક્રેટ ટ્રિક્સ

* વૉટ્સએપ લૉક કરવું 
વૉટ્સએપને તમે બીજી એપ્સની જેમ લૉક કરી શકો છો, આ માટે તમારે ગુગલ પ્લે સ્ટૉરમાંથી WhatsApp Locker એપને ડાઉનલૉડ કરવી પડશે. આ એપથી તમે WhatsAppને પીનથી લૉક કરી શકો છો.

* બ્લૂ ટિકથી છુટકારો મેળવો 
તમે વૉટ્સએપમાં બ્લૂ ટિકથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે સેટિંગ્સમાં પ્રાઇવસીમાં જઇને રેડ રિસિપ્ટને ડિસેબલ કરી દેવું પડશે. આમ કરવાથી તમે મેસેજ વાંચ્યો છે કે નહીં તે મેસેજ મોકલનારને ખબર નહીં પડે.

* કેલેન્ડર
વૉટ્સએપમાં કેલેન્ડર ફિચર ખુબ સારું ફિચર છે. તમે કોઇ ડેટ ટાઇપ કરશો તો તે તમને સીધું કેલેન્ડર પર લિંક કરી દેશે. આમાં તમે રિમાન્ડર પણ સેટ કરી શકો છો. 

* મેસેજ હાઇડ કરવો 
તમે બીજા વ્યક્તિઓથી મેસેજ સંતાડવા માગતા હોય તો તે પણ કરી શકો છો. આ માટે તમારે સેટિંગ્સમાં નોટિફિકેશનમાં જઇને શૉ પ્રિવ્યૂ ઓફ કરી દેવું પડશે. આમ કરવાથી તમારો ફોન સામે હશે તો પણ નોટિફિકેશનમાં ફક્ત નામ જ દેખાશે, મેસેજ નહીં દેખાય. હવે તમારો મેસેજ બીજુ કોઇ નહીં દેખી શકે. 

* ટેક્સ્ટને બૉલ્ડ કે આઇટેલિક્સ કરવી 
 વૉટ્સએપ મેસેન્જરમાં તમે ફોર્મેટિંગ પણ કરી શકો છો, જેમ કે કોઇ ટેક્સ્ટને બૉલ્ડ કે આઇટેલિક્સમાં પણ લખી શકાય છે. 
 * ટેક્સ્ટને બૉલ્ડ કરવા માટે ટેક્સ્ટને * ની વચ્ચે લખો
દા.ત.  *Hello*
* ટેક્સ્ટને આઇટેલિક્સ કરવા માટે _ ની વચ્ચે લખો
દા.ત.  _I am not coming_

* કેમેરા રોલમાંથી ઇમેજ દુર કરવી 
વૉટ્સએપના બધા જ ફોટા તમારા પર્સનલ ફોટાની સાથે દેખાવા લાગે છે, આને તમે દુર કરી શકો છો. ઇમેજને દુર કરવા iOS યૂઝર્સે સેટિંગ્સમાં ચેટ્સમાં જઇને ત્યાંથી ફોટામાં અને સેવ ઇનકમિંગ મીડિયાને ઓફ કરવું પડશે.
એન્ડ્રોઇડ યૂઝર્સ માટે આ પ્રોસેસ થોડી મુશ્કેલ છે, તેના માટે sdcard/WhatsApp/Mediaમાં જાઓ New પર ટેપ કરો અને પછી .nomeida નામથી એક ફાઇલ ક્રિએટ કરવી પડશે.

* ગ્રુપ ચેટને મ્યૂટ કરવું
ગ્રુપ્સમાં આવનારા મેસેજ પરેશાન કરતા હોય તો તેને મ્યૂટ કરી શકાય છે. આ માટે તમારે ગ્રુપ પર ટેપ કરીને ગ્રુપ ઇન્ફોમાં જવુ પડશે, પછી ત્યાં મ્યૂટ ઓપ્શનને સિલેક્ટ કરવું પડશે. 
All data contain gather from Divyabhaskar.com

Comments