YouTube Twitterએ બનાવ્યા કરોડપતિ, એક વીડિયો ફોટેએ આમ બદલ્યું જીવન...
નવી દિલ્હીઃ
વિશ્વભરમાં એવા ઘણાં લોકો છે જેમને શોશિયલ મીડિયાના કારણે કારકિર્દીને મોટો બ્રેક મળ્યો હોય. તેમાં કેટલાક ચર્ચાનો વિષય બન્યા તો કેટલાક અમીર થઈ ગયા. પરંતુ કેટલાક લોકો એવા છે જેમને આ બન્ને વસ્તુ મળી. તેમાં એ પણ ખાસ વાત એ છે કે યૂટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વાઈન, ટમ્બ્લર જેવી વેબસાઈટ્સ અને મોબાઈલ એપનો એટલો પાવર છે કે જુદા જુદા ટેલેન્ટને સ્પોટલાઈટમાં લાવીને ઉભા કરી શકે છે. અહીં અમને તમને એવા લોકો વિશે જણાવી રહ્યા છીએ જે અચાનક જ ફેમસ અને અમીર થઈ ગયા.
1.કેટ અપ્ટન
નેટવર્થઃ રૂપિયા 134 કરોડ
વર્ષ 2011માં સુપર મોડલ કેટ ઉપ્ટન કામ શોધવા માટે સંઘર્ષ કરી રહી હતી. તે જ સમયે સ્પોર્ટ્સ ઇલેસ્ટ્રેટેડ સ્વિમસૂટના કારણે તેમને મોટી સફળતા મળી. તેમની સફળતાનું સૌથી મોટું કારણ યૂટ્યુબ બન્યું. કેટનો એક વીડિયો યૂટ્યુબ પર અપલોડ થયો જ્યાં તે ગેમ્સમાં હિપ હોપ ડાન્સ કરી રહી હતી. તેના વીડિયોને લાખો વખત જોવામાં આવ્યો. એટલું જ નહીં, તેમના 1.7 લાખ ટ્વિટર ફોલોઅર્સ પણ બની ગયા. આજે તમની પાસે કામની કોઈ કમી નથી.
જૂન 2013થી જૂન 2014ની વચ્ચે કેટની જુદી જુદી એન્ડોર્સમેન્ટ ડીલ્સ, એક્ટિંગ, મોડલિંગ વગેરેથી 46 કરોડ રૂપિયાની કમાણી કરી. ફોર્બ્સ મેગેઝીને 2014માં સૌથી વધારે કમાણી કરનાર સેલેબ્સની યાદીમાં પણ સામેલ કરવામાં આવીહતી.
2. બ્રિટની ફરલોન
નેટવર્થઃ અંદાજે 53 કરોડ રૂપિયા
બ્રિટની ફરલોન ઇન્ડ્રોઈડ બેસ્ટ વીડિયો એન્ટરટેનમેન્ટ એપ વાઈન (Vine)ની સૌથી મોટી ફીમેલ સ્ટાર છે. તેમના 90 લાખ ફોલોઅર્સ છે. બ્રિટની ફરલોને વાઈન પર છ સેકન્ડનો કોમેડિ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટની સાથે તે અચાનક જ ઇન્ટરનેટ સેલિબ્રિટી બની ગઈ અને ઝડપથી તેને પ્રસિદ્ધિ મળવા લાગી.
તેમને ઇન્ટરનેટ પર સૌથી પ્રભાવશાળી વ્યક્તિ કહેવામાં આવે તો પણ ખોટું નથી. વર્ષ 2015માં બ્રિટનીને ટીન ચોઈસ એવોર્ડ વેબ વાઈનર માટે પણ નામાંકિત કરવામાં આવી હતી. ફરલોને વાઈન્સમાં Ghetto Dora De Exploraનું એક ફની કેરેક્ટર ચલાવ્યું હતું. તેમના ઓડિયન્સને ધ્યાનમાં રાખતા તેમને દરેક સ્પોન્સર્સ વીડિયો માટે 13 લાખ રૂપિયા મળી રહ્યા છે.
3. નૈશ ગ્રિયર
નેટવર્થઃ અંદાજે 20 કરોડ રૂપિયા
નૈશ ગ્રિયર વાઈન પર સૌથી પોપ્યુલર સેલિબ્રિટીમાંથી એક છે. વાઇન પર તેમના 1 કરોડથી વધારે ફોલોઅર્સ છે. ઉપરાં, યૂટ્યુબ પર તેના 40 લાખ ફોલોઅર્સ છે. 16 વર્ષની ઉંમરમાં તેણે 6 સેકન્ડનો એક ફની વીડિયો વાઈન પર અપલોડ કર્યો અને તે ફેમસ થઈ ગયો. તેમની મોટા ભાગની કમાણી સૌનિક અને વર્ઝન મોબાઈલ જેવી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ દ્વારા થઈ રહી છે. તેમના ઘણાં સ્પોન્સર તેને પ્રમોશન અને પ્રોડક્ટ પ્લેસમેન્ટ માટે 16 લાખ રૂપિયાથી 67 લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરે છે.
4. સુઝન બોયલ
નેટવર્થઃ અંદાજે 1842 કરોડ રૂપિયા
યૂટ્યુબના કારણએ સિંગર સૂઝન બોયલ અચાનક જ વિશ્વભરમાં પોપ્યુલર થઈ ગઈ. બ્રિટેના ગોટ ટેલેન્ટ પર "I Dreamed a Dream" ગીત ગાયું હતું. સ્કોટલેન્ડની સૂઝન આ શો બાદ અચાનક જ બ્રિટનમાં પોપ્યુલર થઈ ગઈ, પરંતુ યૂટ્યુબને કારણે તેને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ મળી. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આ વીડિયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો હતો ત્યારે બોયલ બેરોજગાર હતી. ઓડિયન્સને તેમનો વીડિયો બનાવીને યૂટ્યુબ પર અપલોડ કર્યો હતો. વીડિયો બાદ તેમને 53 કરોડ રૂપિયાથી વધારેની એડવર્ટાઇઝિંગ અને રેકોર્ડિંગ ડીલ્સ સાઈન કરી.
સૌથી વધારે કમાણી કરનાર ગાયક..
પીપલ વિધ મનીના અહેવાલ અનુસાર સૂઝન બોયલ વિશ્વની સૌથી વધારે કમાણી કરનાર ગાયક બની ગયા છે. તેમણે મે 2015થી મે 2016ની વચ્ચે અંદાજે 643 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સૂઝને પોતાના રૂપિયાનો ઉપયોગ સ્ટ્રેટેજીની સાથે કર્યો છે. તેમણે પોતાની સંપત્તિનો ઉપયોગ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ, પ્રોપર્ટી હોલ્ડિંગ અને કવરગર્લ કોસ્મેટિકની સાથે એન્ડોર્સમેન્ટ ડીલ્સમાં કર્યો છે. તેમની પાસે ઘણાં રેસ્ટોરાં પણ છે.
5. અમાલિયા ઉલમન
સેલ્ફી આધારિત આર્ટ વર્ક આ પેહલા ભાગ્યે જ પહેલા જોવા મળ્યું હતું. અમાલિયા ઉલમન ઇન્સ્ટાગ્રામની ફેમસ સેલિબ્રિટીમાંથી એક છે. અમાલિયાએ સેલ્ફીને જ આર્ટ વર્કમાં ફેરવી નાખી. ઇન્સ્ટાગ્રામ પર તેમની તસવીર અપલોડ થતા જ તેના અંદાજે 65 હજારથી વધારે ફોલોઅર્સ બની ગયા. ઇન્સ્ટાગ્રામ પર આવતા પહેલા અર્જેન્ટીનાની અમાલિયાને હેશટેગ વિશે પણ કોઈ જાણકારી ન હતી. તેમની તસવીર પર એક પ્રદર્શનનું પણ આયોજન થયું હતું.
6. એલેક્સ લી
શું એવું શક્ય છે કે કોઈ અજાણતા જ ફેમસ થઈ જાય. એલેક્સ લીની સાથે કંઈક આવું જ થયું છે જે અજાણતા જ ટ્વિટર સ્ટાર બની ગયા. લી ટાર્ગેટ સુપરમાર્કેટમાં કામ કરતા હતા, જ્યારે એક યુવતીએ તેની તસવીર લીધી હતી. થોડા દિવસ બાદ જ ટ્વિટર યૂઝર્સે લીની તસવીર જોઈ અને ટ્વિટ કર્યું. ત્યાર બાદ અચાનક તસવીર ટ્વિટનો વરસાદ થવા લાગ્યો. થોડા કલાકમાં જ તે ફોટો પર 8 લાખ ટ્વિટ થઈ ગયા. #alexfromtarget નામથી તેમની તસવીર પોપ્યુલર થઈ ગઈ. જ્યારે ટ્વિટર પર આ બધુ થઈ રહ્યું હતું ત્યારે લીને તેના વિશે કોઈ જાણકારી ન હતી. એલેક્સે ધ એલન શો માટે આમંત્રિત કરવામાં આવ્યા. હવે તે મ્યુઝિક વીડિયોની સાથે સાથે મૂવીઝમાં પણ નજર આવવા લાગ્યા.
7. વેડલી એસ્ટાઈમ
એક યુવા ખેલાડી માટે પણ યૂટ્યુબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શેક છે. વેડલી એસ્ટાઈમની સાથે સાથે એવા ઘણાં છે જેઓ યૂટ્યુબ પર આવતા પહેલા કોઈ ઓળખતું ન હતું. તેમનો એક વીડિયોને કારણે રિક્રૂટિંગ સર્કલમાં પાસ થઈ ગયા અને તેમના વિશે લોકો પૂછવા લાગ્યા. એસ્ટાઈમને વર્જિનિયા ટેકની સાથે રમવાની તક મળી. વર્જિનિયા ટેક પ્રીમિયર કોલેજ ફુટબોલ ટીમ છે. હવે તે નિકોલના નામથી રમે છે.
All Data Contain gather from Divyabhaskar.com
Comments
Post a Comment