Working Hours in world famous leading Cities.
ઇન્ટરનેશનલ ડેસ્ક :
કામની બાબતમાં હમેંશા કર્મચારીઓ વર્કિંગ અવર્સ વધુ લાગતા હોય છે, ખાસ કરીને ભારતની વાત કરવામાં આવે તો. ત્યારે એ જાણવું રસપ્રદ બની રહે કે દુનિયામાં સૌથી ઓછા કલાકો ક્યાં કામ કરવું પડે છે અને સૌથી વધુ કલાકો ક્યાં? આ બાબતને ધ્યાનમાં રાખીને ફિનાન્સ જાયન્ટ UBSએ એક સર્વે હાથ કર્યો હતો, જેમા જાણવા મળ્યું કે યુરોપીયન શહેરોમાં કર્મચારીઓને સૌથી ઓછા કલાક કામ કરવું પડે છે. જ્યારે એશિયન સિટીઝમાં કર્મચારીઓને સૌથી વધુ કલાકો કામ કરવું પડે છે. આમાં ભારતીય શહેરો પણ સામેલ છે. અઠવાડિયા દરમિયાન કરવામાં આવતા કામના કલાકોને ધ્યાનમાં લઇને આ સર્વે હાથ ધરાયો હતો. જેમાં દુનિયાના 71 શહેરો અને 15 પ્રોફેશન્સને ધ્યાનમાં લેવાયા હતા. સર્વેમાં પેરિસમાં અઠવાડિયા દરમિયાન કર્મચારીઓને સૌથી ઓછા કલાક કામ કરવું પડતું હોવાનું તારણ આવ્યું હતું. સર્વેમાં કામના સૌથી ઓછા કલાકો સાથે 18 યુરોપીયન શહેરો ટોપ પર રહ્યાં હતાં.
All data contain gather from Divyabhaskar.com
Comments
Post a Comment