દર સેકન્ડે 4.5 હજાર લોકો ખાય છે આ બિસ્કિટ, જાણો કેવી રીતે બન્યા નંબર 1.
નવી દિલ્હીઃ વિશ્વના લગભગ દરેક ભાગમાં સામાન્ય રીતે લોકો દિવસની શરૂઆત ચા અને બિસ્કિટથી કરતા હોય છે, પરંતુ શું તમને ખબર છે કે વિશ્વમાં સૌથી વધારે વેચાતા બિસ્કિટ ક્યા છે. આ ખિતાબ ભારતીય બ્રાન્ડ પારલેના ગ્લૂકોઝ બિસ્કિટ પારલે-જીને મળ્યો છે. પારલે-જી આજે પણ દેશ અને વિશ્વમાં સૌથી વધારે વેચાતા બિસ્કિટ છે. ભાસ્કર તમને પારલે-જી વિશે કેટલીક રસપ્રદ વાત જણાવી રહ્યું છે.
દેશમાં જ નહીં વિદેશમાં પણ છે માગ.
પારલે-જી પ્રોડક્ટ્સના ડેપ્યૂટી માર્કેટિંગ મેનેજર મયંક શાહે ભાસ્કરને જણાવ્યું કે, સારા સ્વાદ અને ક્વોલિટીના કારણે આ બિસ્કિટે ઘર ઘરમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. આ બિસ્કિટ દેશના દરેક ભાગમાં મળે છે. એટલું જ નહીં વિદેશમાં પણ પારલે-જીની ખૂબ જ માગ છે. આ જ કારણ છે કે, આ બિસ્કિટ નંબર વન છે.
વર્ષ 1929માં પારલે પ્રોડક્ટ્સના નામથી શરૂઆત.
વર્ષ 1929માં ભારત જ્યારે બ્રિટિશ શાસનને આધીન હતું ત્યારે પારલે પ્રોડક્ટ્સ નામની એક નાની કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. આ કંપની મુંબઈના ઉપનગર વિલે માર્લેમાં મિઠાઈઓ અને ટોફીના એક નાનકડા કારખાના તરીકે શરૂ થઈ હતી. એક દાયકા બાદ 1939થી અહીં બિસ્કિટનું ઉત્પાદન પણ શરૂ કરવામાં આવ્યું અને થોડા વર્ષો બાદ આ કંપની બિસ્કિટ દુનિયામાં સૌથી વધુ વેચાતા બિસ્કિટ બની ગયા.
Data gather from Divyabhaskar.com
Comments
Post a Comment