4 Whats app account in single mobile...

એક જ ફોનમાં વાપરો 2 Whatsapp એકાઉન્ટ્સ, આ રહી સાવ સિમ્પલ Tricks.

જો તમે તમારા ફોનમાં એકથી વધારે Whatsapp એકાઉન્ટ્સ રાખવા માગતા હોવ તો કેટલીક ટ્રિક્સ તમારા કામમાં આવી શકે છે. એક-બે નહીં પણ ચાર-ચાર અલગ અલગ નંબરોથી તમે વૉટસએપ ચલાવી શકો છો. મજાની વાત તો એ છે કે આમાં સિમની પણ જરૂર નહી પડે. એકવખત તમે વેરિફેકેશન કરી લેસો તો સિમ વિના જ એક ફોનમાં ચાર Whatsapp એકાઉન્ટ્સ ચાલી શકે છે. આ રહી ટિપ્સ...

Trick 1: બે એકાઉન્ટ સેટ કરવા માટે
જો તમે તમારા ફોનમાં બે એકાઉન્ટ સેટ કરવા માગો છો તો એક ખાસ એપ ડાઉનલોડ કરવી પડશે.
ગૂગલ પ્લેમાં જઈને Parallel space- Multi accounts એપ ઇન્સ્ટોલ કરો. 

Step 2: હવે સેટ કરો વૉટસએપ
જ્યારે એપ ડાઉનલોડ થશે ત્યારે તમને નવો ઇન્ટરફેસ દેખાશે. હોમ સ્ક્રીન પર પહેલાથી જ બે ઓપ્શન આપેલા હશે જેમાં Incognito installation અને કંટ્રોલે સેન્ટર હશે. અહીં હોમ સ્ક્રીન પર નીચેની તરફ એક પ્લસ લાઈન દેખાશે. એની પર ક્લિક કરો એટલે એપ તમને ઘણાં ઓપ્શન આપશે. આમાંથી વૉટસએપ સિલેક્ટ કરો.

Step 3:હવે ઇન્સ્ટોલ કરો ઇન્ટરફેસ
તમારા ફોનમાં આ એપ જ રીતે ઇન્સ્ટોલેશન માગશે જેમ ઓફિશિયલ વૉટસએપને સમયે માંગ્યુ હતુ. એપમાં નંબર વેરિફાઈ કરો અને હવે તમારા ફોનમાં બે એકાઉન્ટ ચાલવા લાગશે.

Trick 2: જો સેટ કરવા હોય 3 વૉટસએપ એકાઉન્ટ તો
STEP 1: હવે નવી એપ કરો ડાઉનલોડ
પહેલાથી જ તમારા ફોનમાં બે વૉટસએપ એકાઉન્ટ્સ સેટ થયેલા છે. હવે જો તમારે ત્રીજું વૉટસએપ એકાઉન્ટ ફોનમાં સેટ કરવું હોય તો એ માટે Disa નામની ફ્રી એપ ગૂગલ પ્લેથી ઇન્સ્ટોલ કરવી પડશે.


STEP 2: એપ્લિકેશન સેટ કરો.
 આ એપને સેટ કરવાનું સરળ છે.  એપ્લિકેશન ઓપન કરતા જ ઇન્સ્ટોલેશન પ્રોસેસ શરૂ થઈ જશે. આ માટે તમે Nextનું બટન પ્રેસ કરતા રહો. છેલ્લે agree to terms and conditions પર ક્લિક કરો.



STEP 3: Add services
હવે એડ સર્વિસિસ પર ક્લિક કરો. અહીં અલગ અલગ સર્વિસ લિસ્ટ આપેલી હશે. આમાંથી વૉટસએપની સર્વિસ સિલેક્ટ કરો અને એપ ઇન્સ્ટોલ કરો.

STEP 4: રીસ્ટાર્ટ એન્ડ વર્ક.
વૉટસએપનું પ્લગઇન ઇન્સ્ટોલ થતાં જ  Disaને રીસ્ટાર્ટ કરવું પડશે. રીસ્ટાર્ટ થતા જ Whatsapp Settings Needed ઑપ્શન આવશે. તેની પર ક્લિક કરો.


STEP 5: MNC અને MCC કોડ.
તમે સેટિંગ્સ પર ક્લિક કરશો એટલે તમારા વોટ્સએપ એકાઉન્ટ માટે તમારો નંબર નામ અને MCC, MNC  કોડ માગવામાં આવશે. તમારા ઓપરેટરનો  MCC, MNC જાણવા માટે ગૂગલની મદદ 
લો.

STEP 6: Verification
હવે છેલ્લા સ્ટેપમાં તમને વેરિફિકેશન માટે પૂછવામાં આવશે. આમાં વેરિફાઇ થ્રૂ SMS પર ક્લિક કરો. હવે તમે તમારું નવું વૉટસએપ એકાઉન્ટ પોતાની રીતે સેટ કરી શકો છો.
આગળની સ્લાઈડમાં જાણો ચોથું વૉટસએપ એકાઉન્ટ સેટ કરવું હોય તો શું કરવુ પડશે.

Trick 4: એક જ એકાઉન્ટમાં સેટ કરો ચોથું વૉટસએપ એકાઉન્ટ. 

Step 1: GB Whatsapp 
ચોથું વૉટસએપ એકાઉન્ટ સેટ કરવા માટે તમારે નવી એપ GB Whatsapp સેટ કરવી પડશે. આ એપ તમને પ્લેસ્ટોરમાં નહીં મળે પણ આનો APK તમને ઇઝિલી મળી જશે. આ માટે તમારે JKtricks.com/gb પર પણ જઈ શકો છો.

Step 2: આવશે એરર
જો તમે તમારા ફોનમાં પહેલીવાર APK ફાઈલ ઇન્સ્ટોલ કરતા હોવ તો તમને અનનોન સોર્સની એરર આવશે. આવું થાય તો ગભરાશો નહીં પણ સેટિંગ્સમાં જાઓ. UNknown source પર ક્લિક કરો અને પછી APK ઇન્સ્ટોલ કરો.

Step 3: હવે કરો સેટ
સૌથી છેલ્લું સ્ટેપ છે વૉટસએપ સેટઅપ કરવાનું. એ જરૂરી નથી કે તમારા ફોનમાં એ નંબર હોય જેનાથી તમારે વૉટસએપ એકાઉન્ટ બનાવવું હોય. તમે કોઈપણ નંબર આપી શકો છો અને એ તમને મદદ કરશે. હવે તમે પોતાના ફોનમાં 4 વૉટસએપ એકાઉન્ટ સેટ કરી ચૂક્યાં છો.

All data contain gather from Divyabhaskar.com



Comments