Daily Income of "Pokemon GO"

Pokemon Go રોજ કમાય છે 33 કરોડ, આ રીતે બદલ્યું ડૂબતી કંપનીનું નસીબ... 


નવી દિલ્હી:

ફેસબુક, ટવિટર અને વોટસઅપ પર હાલ Pokemon Go છવાઈ ગયું છે. પોકેમોન ગોને લઈને વિશ્વ ખુબ જ ક્રેઝી છે. તમને જાણીને આશ્ચય થશે કે પોકેમોન ગોએ પોતાની કંપનીનું પણ નસીબ બદલી નાખ્યું છે. Pokemon Go ડેવલોપ કરનારી જાપાનની ગેમિંગ કંપની નિન્ટેન્ડોની ઈનકમ સતત ઘટી રહી હતી. કંપનીનો પ્રોફીટ પણ 60 ટકા ઘટી ગયો હતો. જોકે પોકેમોન ગોએ રાતોરાત કંપનીની તસ્વીર બદલી નાખી છે. પોકોમોન ગો રોજ કંપની માટે 33 કરોડ રૂપિયાની કમાણી કરી રહી છે.

એક અનુમાન પ્રમાણે, પોકેમોન ગો દ્વારા કંપનીને 39-49 લાખ ડોલર એટલે કે 33 કરોડ રૂપિયા પ્રતિ દિવસની કમાણી થઈ રહી છે. એક સમયે કંપનીની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ હતી. કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં કંપનીનો પ્રોફીટ 60 ટકા ઘટીને 14.9 કરોડ ડોલર એટલે કે 1000 કરોડ રૂપિયા રહ્યો હતો. છેલ્લા 7 વર્ષમાં કંપીનીની રેવન્યુ 90 ટકા એટલે કે 19296 કરોડ રૂપિયાથી ઘટીને 839 રૂપિયા પર આવી ગઈ છે.

પોકેમોન ગો ગેમના લોન્ચ થયા બાદ નિન્ટેન્ડો કંપનીની માર્કેટ કેપમાં જબરજસ્ત વધારો થયો છે. જુલાઈ 6 બાદ કંપનીની માર્કેટ કેપ બે ગણી થઈ ચૂકી છે. આજે કંપનીની માર્કેટ કેપ 4240 કરોડ ડોલર( 2.86 લાખ કરોડ રૂપિયા)એ પહોંચી ગઈ છે. ટોકિયો સ્ટોક એકસચેન્જ પર આજે કંપનીના શેરમાં 14 ટકાનો વધારો જોવા મળ્યો છે. ટોકિયો એકસચેન્જ પર 4 સૌથી વધુ વધનારા શેરોમાં નિન્ટેન્ડોના શેર સામેલ હતા.

પોકેમોન ગો એક સ્માર્ટફોન એપ છે, આ ગેમ જાપાનમાં લોન્ચ થઈ નથી. તેને નિન્ટેન્ડો કંપનીએ લોન્ચ કરી છે, જે ગૂગલનો એક હિસ્સો છે. તેમાં ગત વર્ષે નિન્ટેન્ડો કંપનીએ રોકાણ કર્યું હતું. જોકે જાણકાર એમ માની રહ્યાં છે કે ગેમ ફ્રી હોવાને કારણે કંપનીની રેવન્યુ પર તેની સિમિત અસર થશે.

1990માં સતોશી તાજિરીએ પોકેમોનનો કોનસેપ્ટ રજૂ કર્યો હતો. તેમને પતંગો પકડવાનો શોખ હતો. તે ગેમ્સને પણ પસંદ કરતા હતા. આમ તેમણે બંને વસતુઓને મેળવીને આ ગેમનો કોનસેપ્ટ રજૂ કર્યો હતો. તેમાં પોકેમોનને પકડવાનું આવતું હતું. બની શકે કે તમે પણ આ ગેમને રમી હોય. પોકેમોન ગોએ 90ના દશકમાં પોપ્યુલર રહેલી આ જ વિડિયો ગેમની એડિશન છે.

ગેમપ્લે તમારી ભૈગોલિક સ્થિતિના હિસાબથી નક્કી કરવામાં આવે છે. આ માટે એપ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરે છે. જો તમે કોઈ સરોવરની પાસે હશો તો તમારે વોટર પોકેમોન શોધવાનો રહેશે. જો જંગલ અથવા પાર્કમાં હશો તો ગ્રાસ અથવા બગ ટાઈપનો પોકેમોન શોધવાનો રહેશે.
પ્લેયર પોકેમોન નામના વરચ્યુલ ફીચર્સને પકડી શકે છે, ટ્રેન કરી શકે છે અને લડી શકે છે. તે આમ તો ફ્રી ગેમ છે. કેટલીક એડિશનલ આઈટમ્સ માટે આ એપને પરચેઝિં કરી શકાય છે. પોકેમોનને પકડવા માટે યુઝર્સે તેની પર લાલા કે સફેદ રંગના પીકે બોલ્સને છોડવાનો હોય છે.

તૂટયા પોપ્યુલારિટીના રેકોર્ડ
આ ગેમ 5 જુલાઈએ લોન્ચ થઈ હતી. બીજા કેટલાક પોપ્યુલર એપ્સની સાથે સરખામણી કરવામાં આવે તો તેની પોપ્યુલારિટી આ રીતે લગાવી શકાય છે. છેલ્લા 4 વર્ષમાં જેટલા લોકેએ ટિન્ડર ડાઉલોડ કર્યું છે, તેટલા જ લોકોએ તેને માત્ર આ સપ્તાહમાં ડાઉનલોડ કરી છે. 

ઈસ્ટ્રાગ્રામ અને વોટસએપ કરતા પણ વધુ સમય લોકો પોકેમોનને પકડવામાં લગાવી રહ્યાં છે. સમગ્ર વિશ્વમાં આ ગેમ ધૂમ મચાવી રહી છે. આ ગેમ્સના યુઝર્સની સંખ્યા એટલી થવા જઈ રહી છે, જેટલા યુઝર ટવિટર પર છે.

ગેમના છે ઘણા ખતરા
આ ગેમ રમવામાં લોકો એટલા મશગૂલ થઈ જાય છે કે તેમને આસપાસના માહોલનું પણ ધ્યાન રહેતું નથી. આ કારણે એવું બની શકે છે કે તે અચાનક રમતા-રમતા ટ્રાફિક વાળા રસ્તાઓ પર પહોંચી જાય અથવા તો કોઈ તળાવમાં ડૂબી જાય. આ કારણે ખોવાઈ જવાનો ખતરો છે. આ કારણે યુઝર્સ સનબર્ન, ડિહાઈડ્રેશનનો પણ ભોગ બની શકે છે.

સમગ્ર દુનિયામાં તેના સમાચાર
ઘણી વખત તો યુઝર એવી જગ્યામાં પહોંચી ગયા કે જયાં તે લૂટાઈ ગયા અથવા તો અન્ય હુમલાઓનો શિકાર બન્યા હતા. એક વ્યકતિને તો પોકેમોન શોધવામાં ડેડબોડી મળી હતી. કેટલાક લોકોને લૂટફાટનો પણ ભોગ બનવાનો વારો આવ્યો હતો. જયારે અન્ય કેટલાક લોકો પર હુમલા પણ થયા હતા. વિદેશોમાં એ ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે કે જે બાળકો સવારે મોડા સુધી સૂતા હતા તે હવે સૂરજ ઉગતા પહેલા જ પોકેમોનને શોધવા નીકળી પડે છે.

ભારતમાં કયારે આવશે ?
હાલ આ એપ ભારતમાં ઓફિશિયલ લોન્ચ થઈ નથી, જોકે કેટલાક લોકોએ તેને ડાઉનલોડ પણ કરી છે. એપલ ડિવાઈસિઝ માટે એકસટર્નલ એપ સ્ટોરનો ઉપયોગ કરવાનો રહેશે. મુંબઈ અને દિલ્હીમાં પ્લેયર્સનું કહેવું છે કે જયારે તે પોકેમોન રમવા લાગ્યા તો તે વરચ્યુઅલ ફિચર્સ તેમને મંદિરોમાંથી મળ્યા. ગેમ્સ બનાવનારે તેને ઝડપથી સમગ્ર વિશ્વમાં લોન્ચ કરવા અંગેનો વાદો કર્યો છે.

All Data Contain Gather From Divyabhaskar.com

Comments