આ મિત્રોએ ઉભી કરી સૌથી મોટી IT કંપની, જાણો હવે શું છે તેમની લાઇફ

નવી દિલ્હી : 
એક જ જગ્યાએ નોકરી કરનારા સાત મિત્રોએ જયારે રાજીનામું આપીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો તો તેમની પાસે કંઇ ખાસ મુડી નહોતી, પરંતુ તેમનું પ્લાનિંગ સારૂ હતું. આ જ કારણ છે કે 35 વર્ષ પહેલા ફકત 250 ડોલરની રકમની સાથે શરૂ કરવામાં આવેલી કંપનીની માર્કેટ કેપિટલ આજે લગભગ 2.75 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ કંપની છે દેશની બીજી સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસ અને આ દોસ્ત છે નારાયણ મૂર્તિ, નંદન નિલેકણી, એસ ગોપાલકૃષ્ણન, એસડી શિબુલાલ, કે દિનેશ અને અશોક અરોરા. આ બધા દોસ્ત આજે અલગ થઇ ચૂકયા છે. અમે અહીં જણાવી રહ્યા છીએ કે આ બધા દોસ્ત હાલમાં કયા-કયા બિઝનેસ કરી રહ્યા છે.

આ દોસ્તોએ મળીને નાંખ્યો હતો ઇન્ફોસિસનો પાયો.

વર્ષ 1981માં નારાયણ મૂર્તિ, નંદન નિલેકણી, એસ ગોપાલકૃષ્ણન, એસડી શિબુલાલ, કે દિનેશ અને અશોક અરોરાએ પટની કોમ્પ્યુટર્સને છોડીને પુણેમાં ઇન્ફોસિસ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડની શરૂઆત કરી હતી.
વર્ષ 1983 માં તેમને ન્યૂયોર્કની કંપની ડેટા બેઝિક કોર્પોરેશનમાંથી પ્રથમ ઓર્ડર મળ્યો હતો. આજે ઇન્ફોસિસ ઇન્ડિયન આઇટી ઇન્ડસ્ટ્રીનો પર્યાય છે.
આવો જાણીએ કે આ દોસ્તો આજે શું કરી રહ્યા છે. હાલ કંપનીના કર્મચારીઓની સંખ્યા 50 હજારથી વધુ છે અને 12 દેશોમાં કંપનીની શાખાઓ છે.

નારાયણ મૂર્તિ
કો-ફાઉન્ડર, ઇન્ફોસિસ

કુલ નેટવર્થ: 210 કરોડ ડોલર (અંદાજે 14 હજાર કરોડ રૂપિયા)
ઇન્ફોસિસ બાદ નારાયણ મૂર્તિ
ઇન્ફોસિસમાં વિશાલ સિક્કાની એન્ટ્રી બાદ વર્ષ 2014માં નારાયણ મૂર્તિએ કંપનીને છોડી દીધી હતી.
નારાણય મૂર્તિએ નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે કેટમારન વેન્ચર્સની સ્થાપના કરી.
આના દ્ધારા તે અત્યાર સુધી 8 સ્ટાર્ટઅપ્સમાં નાણાં લગાવી ચૂકયા છે.
તેમાં યેભી, હેક્ટર ફૂડ્સ, લુકઅપનું નામ પણ સામેલ છે. 

ઇન્ફોસિસમાં 9 હજાર કરોડની મૂર્તિની હિસ્સેદારી.
નારાયણ મૂર્તિની પાસે ઇન્ફોસિસમાં 3.44 ટકા હિસ્સેદારી છે.
તેની માર્કેટ કિંમત અંદાજે 9288 કરોડ રૂપિયા છે.  

સેનાપથિ ક્રિસ ગોપાલકૃષ્ણનન
કો-ફાઉન્ડર : ઇન્ફોસિસ

કુલ નેટવર્થ : 180 કરોડ ડોલર (અંદાજે 12 હજાર કરોડ રૂપિયા) 
કોણ છે ક્રિસ ગોપાલકૃષ્ણનન.
ઇન્ફોસિસના કો-ફાઉન્ડર સેનાપથિ ક્રિસ ગોપાલકૃષ્ણનના માતા-પિતા તેમને ડોક્ટર બનાવવા માંગતા હતા. કારણ કે તેમના કુટુંબમાં કોઇ પણ ડોક્ટર હતું નહીં.
તેથી તેમણે કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી જેવા સબ્જેક્ટની સાથે અભ્યાસ કર્યો હતો.
કોલેજમાં આવ્યા બાદ, તેઓ ફ્રિડમને વધારે એન્જોય કરવા લાગ્યા.
આ બધાના કારણે તેમના ઓછા નંબર અને મેડિકલ માટે ક્વોલિફાઇ ન થઇ શકયા
તેમણે આઇઆઇટી મદ્રાસમાં એડમિશન લીધું અને ત્યાંથી એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી લીધી.

ઇન્ફોસિસ બાદ હવે શું.
ગોપાલકૃષ્ણનન હવે ઇન્ફોસિસના બીજા ફાઉન્ડર શિબુ લાલની સાથે મળીને એક્સિલર વેન્ચર્સ નામથી એક કંપની ચલાવે છે.
આ કંપની સ્ટાર્ટઅપ્સને ફન્ડિંગ કરે છે. તેમણે 10 કંપનીઓમાં રોકાણ કર્યું છે.
તેમાં યૂનિફોર સ્ફોટવેર સૌથી જાણીતી કંપની છે. 

નંદન નિલેકાણી.
કો.ફાઉન્ડર : ઇન્ફોસિસ.

કુલ નેટવર્થ :  171 કરોડ ડોલર (અંદાજે 11 હજાર કરોડ રૂપિયા)
કોણ છે નીલેકાણી
નંદન નિલેકાણીએ વર્ષ 1978માં પોતાના કરિયરની શરૂઆત પટની કોમ્પ્યુટરથી કરી હતી.
પટનીમા નોકરી માટે તેમનો ઇન્ટરવ્યૂ એન.આર.નારાયણમૂર્તિએ લીધું હતું.
કામ કરતા-કરતા બન્નેમાં ગાઢ સંબંધો બન્યા. અને વર્ષ 1981માં તેમણે એન.આર.નારાયણમૂર્તિ અને પાંચ અન્ય લોકોની સાથે પટની કોમ્પ્યુટર સિસ્ટમ છોડીને એક નવી કંપનીની સ્થાપના કરી.
ત્યાર બાદ પોતાની સખત મહેનત અને લગનથી નંદન નિલેકાણીએ સફળતાની ઉંચાઇઓ પ્રાપ્ત કરી.
વર્ષ 2002માં તેમણે ઇન્ફોસિસના સીઇઓ બનાવાયા અને એપ્રિલ 2007 સુધી આ પદ પર તેઓ રહ્યા.
તેમના સ્થાને તેમના સહયોગી ક્રિસ ગોપાલકૃષ્ણનને ઇન્ફોસિસના સીઇઓ બનાવાયા અને નંદન કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સના સહ-અધ્યક્ષ બનાવાયા. 

ઇન્ફોસિસ પછીનું જીવન.
2009 માં ઇન્ફોસિસ છોડ્યા પછી નંદને એક સ્ટેપ ફાઉન્ડેશનની શરૂઆત કરી.
જેનો મુખ્ય ઉદ્દેશ સારા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો.
આ ઉપરાંત તેઓ હવે અનેક ટોચની યૂનિવર્સિટિઝના બોર્ડમાં સામેલ છે.
નંદને 10 એવા સેકટરમાં રોકાણ કર્યું છે જેનાથી સોસાયટીને સારી કરી શકાય.

એસડી શિબુલાલ.
કો ફાઉન્ડર : ઇન્ફોસિસ

કુલ નેટવર્થ :  114 કરોડ ડોલર (અંદાજે 7 હજાર કરોડ રૂપિયા)
શિબુલાલના વિદેશમાં છે 800 એપાર્ટમેન્ટ.

એસડી શિબુલાલ અમેરિકા અને જર્મનીમાં અંદાજે 800 એપાર્ટમેન્ટસના માલિક છે.
અમેરિકાના નોર્થવેસ્ટ પેસેફિક કોસ્ટ પર ફેલાયેલા આ બધા એપાર્ટમેન્ટ્સ શિબુલાલની પારિવારીક કંપની ઇનોવેશન્સ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ઇન્ડિયાના છે.  
આ સેકટર અમેરિકાની અનેક મોટી કંપનીઓના ઘર છે. અને આ એપાર્ટમેન્ટ્સના ઘણાં ભાડવાત અમેઝોન, માઇક્રોસોફટ, સ્ટારબક્સ અને બોઇંગ જેવી કંપનીઓના છે.

આ બધા છે બિઝનેસ.
શિબુલાલની કંપની ઇનોવેશન ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટની પણ રસપ્રદ સ્ટોરી છે.
2005-2006માં આ કંપની શિબુલાલની પારિવારીક ખાનગી પ્રોપર્ટીને મેનેજ કરવા માટે બનાવાઇ હતી.
આ સિંગલ ફેમિલી ઓફિસ (એસએફઓ) તરીકે કામ કરી રહી છે.
જેમાં શિબુલાલની પુત્રી શ્રુતિ, પુત્ર શ્રેયસ, બે પ્રોફશનલ્સ સૈથિલ કુમાર અને આશા થોમસ ડાયરેકટર છે.
છેલ્લા આંઠ વર્ષોથી આ કંપની શિબુલાલની પ્રોપર્ટીના ગ્લોબલ ટેક્સ અને અન્ય કાયદાકીય બાબતો સંભાળી રહી છે.
જર્મનીમાં હવે ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. ખાસિયત એ છે કે બધી પ્રોપર્ટી 100 ટકા કેશથી ખરીદવામાં આવી છે.

કે દિનેશ.
કો ફાઉન્ડર : ઇન્ફોસિસ

કુલ નેટવર્થ : 126 કરોડ ડોલર(અંદાજે 8 હજાર કરોડ રૂપિયા)

કોણ છે કે દિનેશ
ઇન્ફોસિસના કો ફાઉન્ડરમાંના એક દિનેશ પણ છે.તેમણે પોતાના કરિયરની શરૂઆત પટની કોમ્પ્યુટર્સની સાથે કરી હતી. 
પટનીમાં કામ કરતી વખતે જ તેમની મુલાકાત નારાયણ મૂર્તિ સાથે થઇ અને તેમની સાથે બિઝનેસ શરૂ કરવા માટે તૈયાર થઇ ગયા.  
દિનેશ હંમેશા એબીસીડીઇ એટલે કે એડવેન્ચર્સ, બીલીફ, સેલ્ફ કોન્ફિડન્સ, કેરેકટર, ડ્રીમ બિગ, એક્ઝિક્યૂ અને એક્સલન્સ પર કામ કરે છે.  

ઇન્ફોસિસ બાદ આવી છે લાઇફ
ઇન્ફોસિસમાં 30 વર્ષના લાંબા કાર્યકાળ બાદ કે દિનેશ હવે હોસ્પિટાલિટી કારોબાર ચલાવે છે.
દિનેશે મૈસૂરમાં કેન્સરની સારવાર માટે નારાયણ હેલ્થ હોસ્પિટલ ખોલી છે.

Comments