વાંચો.. કઈ રીતે એલ.એન્ડ.ટી. કંપનીના એમ.ડી. નાયકે કંપની ના કર્મચારીઓને બનાવ્યા કંપનીના માલિક.

આ વ્યક્તિએ કર્મચારીઓને બનાવ્યા કંપનીના માલિક, રાતોરાત બન્યા ‘નાયક’

નવી દિલ્હી : આમ તો મોટાભાગના લોકો પોતાના સગા સંબંધીઓને આગળ વધારવામાં માનતા હોય છે. કંપનીમાં હિસ્સો કે મોટા પદ આપવાની વાત હોય તો માલિક તેમના દીકરા-દીકરીઓ પર પ્રથમ પંસદગી ઉતારે છે. પરંતુ દેશમાં એક કંપનીના એવા ચેરમેન થયા જેમણે પોતાના કર્મચારીઓને જ કંપનીના માલિક એટલે કે શેરહોલ્ડર બનાવી દીધા. આ ચેરમેનનું નામ એએમ નાયક અને કંપની છે લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી).

અંબાણી, બિરલાએ કરી હતી ટેકઓવરની કોશિશ
વર્તમાન સમયમાં એલએન્ડટી 1.16 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ વાળી કંપની છે. પરંતુ એક સમયે અંબાણી, બિરલા સહિત અનેક કોર્પોરેટ હાઉસીસે તેને ટેકઓવરની કોશિશ કરી હતી. કંપનીને મુશ્કેલ સમયમાંથી ઉગારવા માટે સીઈઓ એએમ નાયક આગળ આવ્યા. તેમણે સરકાર સમક્ષ કર્મચારીઓને જ કંપનીના માલિક એટલે કે શેરહોલ્ડર બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો. સરકારે તેને સ્વીકારી પણ લીધો. આ રીતે મોટી સંખ્યામાં કંપનીના શેર તેમણે કર્મચારીઓને વેચી દીધા. નાયકની આ પહેલે તેમને રાતોરાત ઈન્ડસ્ટ્રીના નાયકબનાવી દીધા.

નાયકે કર્મચારીઓને કહ્યું, ખુદ બનો માલિક.
બિરલાએ 2010ના દાયકાની શરૂઆતમાં નાયકને કંપનીના સીઈઓ અને એમડી બનાવ્યા હતા. નાયકને ઓળખવામાં કરેલી ભૂલ બિરલાને ભારે પડી. નાયકે  પોતાના કર્મચારીઓને સમજાવ્યા કે જો આપણે બધા આ કંપનીના માલિક રહીશું તો બાહરનો કોઈપણ વ્યક્તિ બીજીવાર કંપનીને ખરીદવાની કોશિશ નહીં કરી શકે.  તેમણે પ્રધાનમંત્રીથઈ લઈને કંપનીની સૌથી મોટી શેરહોલ્ડર એલઆઈસી સામે વાત રાખી. મહિનાઓ સુધી ચાલેલી ચર્ચા બાદ એલએન્ડટીના કર્મચારીઓના ટ્રસ્ટે બિરલાની સમગ્ર ભાગીદારી ખરીદી લીધી અને બિરલાને બાહર કરી દીધું. આખરે નાયકની આગેવાનીમાં એલએન્ડટીમાં નવા અધ્યાયનો આરંભ થયો.

કંપનીને એટલી વેલ્યુએબલ બનાવી દો કે કોઈ ખરીદવાનું જ ન વિચારેઃ નાયક
સતત ટેકઓવરની કોશિશો બાદ નાયક કંપનીના બોર્ડ વચ્ચે શેરહોલ્ડર વેલ્યુ વધારવાની વાત કરી રહ્યા હતા. જોકે, મેનેજમેન્ટ અને ફાયનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન તેમની વાતને સમજી શકતા નહોતા. નાયકના એક ઈન્ટરવ્યુ મુજબ તેઓ કંપનીના મેનેજર્સને સવાલ કરતાં હતા કે શું તમે કંપની વેચાઈ જાય તેમ ઈચ્છો છો કે સ્વતંત્ર રહેવા માગો છો. જો તમે સ્વતંત્ર પ્રોફેશનલ કંપની બની રહેવા માંગતા હો તો ખુદને વેલ્યુએલબ બનાવો, જેથી કોઈ ખરીદી ન શકે. નાયકની સ્ટ્રેટેજી એટલી સફળ રહી કે આજે એલએન્ડટીની માર્કેટ કેપ 1.16 લાખ કરોડ રૂપિયા છે. કોઈપણ કંપની માટે તેને ટેકઓવર કરવી ઘણી મુશ્કેલ છે.

દુબઈના બિઝનેસમેને કરી અધિગ્રહણની કોશિશ.
1980ના દાયકમાં દુબઈમાં ભારતીય મૂળના કારોબારી (મનોહર રાજારામ છાબરિયા)એ ઓપન માર્કેટમાંથી કંપનીના શેર ખરીદવાનું શરૂ કરતાં એલએન્ડટી માટે મુશ્કેલી ઉભી થઈ હતી. તે સમયે ટેકઓવર ટાયકૂન ગણાતાં છાબરિયાએ કંપનીનો 4 ટકા હિસ્સો ખરીદ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ છાબરિયાનો એલએન્ડટીને ખરીદવાનો ઈરાદો હતો. તે સમયે છાબરિયા કંપનીઓને ખરીદવા જાણીતા હતા. છાબરિયાથી ગભરાયેલું કંપનીનું મેનેજમેન્ટ કંપની બચાવવા તે સમયના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન ધીરુભાઈ અંબાણીના શરણમાં પહોંચ્યા હતા.

અંબાણી આવ્યા હતા કંપની બચાવવા, ખુદ લાગ્યા ટેકઓવરમાં.
મેનેજમેન્ટ કંપની બચાવવા માટે અંબાણીને બોર્ડમાં લાવ્યું, પરંતુ તેમનો આ દાવ ઉલટો પડ્યો હતો. કંપનીનો ગ્રોથ જોઈને ધીરૂભાઈ અંબાણી અંબાણી પણ તેના પર મોહી પડ્યા હતા અને તેમણે ત્રણથી વધુ વાર હસ્તગતની કોશિશ કરી હતી. ધીરૂભાઈ માટે એલએન્ડટી એટલા માટે પણ મહત્ત્વની હતી કે, કંપની આરઆઈએલના પેટ્રોકેમિકલ્સ કોમ્પલેક્સનું નિર્માણ કરી રહી હતી, પરંતુ ધીરૂભાઈને એલએન્ડટી પાસે રેહલી રોકડમાં વધારે રસ હતો.

નાયકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અંબાણીની ટેકઓવરની કોશિશ ગંભીર હતી પરંતુ એલએન્ડટીના તત્કાલિન ચેરમેન એનએમ દેસાઈ અને અંબાણી વચ્ચે શું વાતચીત થઈ તેની મને ખબર નથી. આ વાતટીત દેસાઈ અને અન્ય 5-6 લોકો સુધી મર્યાદીત હતી. નાયક તે સમયે બોર્ડમાં નહોતા. નાયકના જણાવ્યા મુજબ અંબાણી કંપનીને છાબરિયાથી બચાવવા માટે આવ્યા હતા.

મુકેશ અને અનિલ અંબાણીને બોર્ડમાં લાવ્યા ધીરુભાઈ.
ધીરૂભાઈ એલએન્ડટીને હસ્તગત કરવાની દિશામાં ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. તેમણે તેના બંને મિત્રો મુકેશ અને અનિલને બોર્ડ ઓફ ડિરેકટરમાં સ્થાન અપાવ્યું હતું. જે બાદ એલએન્ડટીને અંબાણી સમગ્ર કંપની પર પોતાનું આધિપત્ય સ્થાપવા માંગતા હોવાનો અંદાજ આવી ગયો હતો. આ સમયે એલએન્ડટીમાં ધીરૂભાઈની સ્થિતિ એટલી મજબૂત થઈ ગઈ હતી કે તેમણે કન્સ્ટ્રકશન કંપનીના નામે બજારમાંથી કરોડો રૂપિયા લઈ લીધા હતા. ત્યાં સુધીમાં કંપનીની ભાગીદારી વધીને આશરે 19 ટકા સુધી થઈ ગઈ હતી, પરંતુ 1989માં રાજકીય કારણોના લીધે ધીરૂભાઈના હાથમાંથી આ મોકો નિકળી ગયો હતો. તે સમયની સૌથી મોટી શેરહોલ્ડર એલઆઈસી આગળ આવી અને તેના પરિણામે અંબાણીએ એલએન્ડટીમાંથી ખસી જવું પડ્યું હતું.

1991માં ધીરૂભાઈએ ફરી પ્રયાસ કર્યો.
એલએન્ડટીમાંથી બહાર થઈ ગયા હોવા છતાં ધીરૂભાઈ હાર માન્યા નહોતા. 1991માં અંબાણીના ભાગ્યએ તેને ફરીવાર સાથ આપ્યો. ધીરૂભાઈએ ખુદ એલએન્ડટીના ચેરમેન અને મુકેશ અંબાણીને એમડી બનાવાની કોશિશ કરી. અંબાણી તેમના માટે છાબરિયા કરતાં મોટો ખતરો બની ગયા હોવાનું એલએન્ડટીને સમજાઈ ગયું હતું. એલઆઈસીએ એલએન્ડટીમાં સૌથી મોટી ભાગીદારી કર્યા બાદ જનરલ મીટિંગમાં આ મુદ્દો જોરશોરથી ઉછળ્યો હતો પરંતુ મોટાભાગના શેરહોલ્ડર્સે તેને નકારી દીધો હતો. આ રીતે ધીરૂભાઈનું સપનું અધૂરું રહી ગયું હતું પરંતુ તેઓ એવું કઈંક કરતાં ગયા કે જેથી કરીને એલએન્ડટી સામે તોળાતો અધિગ્રહણનો ખતરો યથાવત રહ્યો.

નિષ્ફળ અંબાણીએ બિરલાને વેચ્યો પોતાનો હિસ્સો.
આખરે ધીરૂભાઈની વિદાય થઈ ચૂકી હતી પરંતુ જતાં જતાં તેઓ તેમની ભાગીદારી એક અન્ય દિગ્ગજ કુમાર મંગલમ બિરલાને વેચતા ગયા હતા. આ એટલા માટે પણ મહત્ત્વનું હતું કે, બિરલાની કંપની તે સમયે એલએન્ડટીની સૌથી મોટી પ્રતિસ્પર્ધી કંપનીઓ પૈકીની એક હતી. તે સમયે બિરલા પણ એલએન્ડટીમાં રસ દાખવી રહ્યા હતા. બિરલા માટે એલએન્ડટીનું બજાર એનમોલ રતન જેવું હતું. જેને હસ્તગત કરી લેવાથી બજાર પર એક ચોકક્સ હદ સુધી તેમનો એકાધિકાર થઈ જાત, પરંતુ પણ એક એવા વ્યક્તિએ બિરલાનું સપનું તોડ્યું કે જેને ખુદ બિરલાએ જ એલએન્ડટીના સીઈઓ અને એમડી બનાવ્યા હતા.

બિરલાએ બનાવ્યા હતા એ.એમ. નાયકને સીઈઓ.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, કુમાર મંગલમ બિરલાએ એલએન્ડટીનો સ્ટેક લીધા બાદ કંપનીના જનરલ મેનેજર એએમ નાયકને ફોન કર્યો. જે સમયે તેઓ લંડનમાં હતા. બિરલાએ કહ્યું હતું કે, ‘તમે મારા દાદાને ઓળખતા હતા અને મારા પિતાએ પણ તમારા ખૂબ વખાણ કર્યા છે. તો ચાલો સાથે મળીને કામ કરીએ.’ જે બાદ બિરલા ગ્રુપે 1999માં એએમ નાયકને કંપનીના સીઈઓ અને એમડી બનાવ્યા. જોકે, આ બાદ જ્યારે બિરલા ઓપન ઓફર લાવ્યા ત્યારે નાયક આશ્ચર્યમાં પડી ગયા હતા.

નાયકના જણાવ્યા મુજબ, ઓપન ઓફરથી બિરલાનો ઈરાદો સ્પષ્ટ થઈ ગયો હતો પરંતુ હું તેમાં પડતાં માંગતો નહોતો. કારણકે બિરલા કંપનીના શ્રેષ્ઠ કસ્ટમર પૈકીની એક હતી. જે બાદ નાયકે એલએન્ડટીને ટેકઓવરથી બચાવવા એવું કઈંક કર્યું જેણે તેમને ઈન્ડસ્ટ્રીના હીરો બનાવી દીધા.

નાયકે આ રીતે તોડ્યું બિરલાનું સપનું.
ભલે બિરલાએ જ નાયકને સીઈઓ બનાવ્યા હતા પરંતુ એલએન્ડટીની ટેકઓવરની કોશિશમાં તે સૌથી મોટો અવરોધ બની ગયો હતો. કુમાર મંગલમ બિરલાએ ફેબ્રુઆરી 2002માં એલએન્ડટીને 190 રૂપિયાની ઓપન ઓફર લાવીને ટેકઓવરની કોશિશ કરી હતી. હું તે સમયે કહી રહ્યો હતો કે અમે શેરહોલ્ડર વેલ્યુ તૈયાર કરી છે. તે સમયે દરેક લોકો કહેતાં હતાં કે એલએન્ડટી ટેકનિકલી સારી કંપની છે પરંતુ માર્કેટ કેપનું શું? નાયકને દરેક જગ્યાએ નિરાશા હાથ લાગી રહી હતી. નાયકે એલએન્ડટીને બચાવવા માટે વડાપ્રધાનથી લઈને કંપનીના સૌથી મોટા શેરહોલ્ડર એલઆઈસી સામે પણ પ્રસ્તુતીકરણ આપ્યું. જે બાદ નાયકે એવી ચાલ ચાલી કે બિરલા સહિત બીજી કંપનીઓ એલએન્ડટીને ટેકઓવર કરવાના  સપના જોઈ રહ્યા હતા તેના તમામ રસ્તા બંધ થઈ ગયા.

6 હજારથી 1.16 લાખ કરોડની થઈ કંપની.
વર્ષ 2003 બાદથી અત્યાર સુધી નાયકની દેખરેખમાં કંપનીની માર્કેટ કેપ 22 ગણી વધી છે. હાલ કંપનીની માર્કેટ કેપ 1.16 લાખ કરોડ રૂપિયાથી વધારે છે, જેમાં કંપનીના કર્મચારીઓ (કર્મચારી ટ્રસ્ટ)નો પણ મોટો હિસ્સો છે. નાયકે કંપની માટે જે સપનું જોયું હતું તે આજે પૂરું થઈ રહ્યું છે. તેઓ કહેતાં કે એક દિવસ કંપની જરૂર ઈતિહાસ બનાવશે.


Comments